ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવામાં મુશ્કેલી થશે

નવીદિલ્હી, યુક્રેન પર રશિયાના હુમલા વિશે ભારતનું તટસ્થ વલણ હવે અમેરિકાને ખૂંચી રહ્યું છે. યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બેવાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ હવે યુક્રેનથી તેની સેના હટાવવી જાેઈએ, ત્યાં ઘણું નુકસાન થયું છે.
ભારતે બે વખત આ પ્રસ્તાવમાં તટસ્થ વલણ અપનાવ્યું છે. એને કારણે હવે ભારત સામે અમેરિકા સહિત પશ્ચિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકા અને ફ્રાન્સની આ નારાજગીને કારણે હવે શક્ય છે કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવામાં મુશ્કેલી થઈ શકે છે.
યુક્રેન પર રશિયાની કાર્યવાહી મામલે ભારતના તટસ્થ વલણથી અમેરિકા નારાજ છે. આ વિશે જ્યારે બાઈડનને પત્રકાર પરિષદમાં સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ખૂબ ઓછા શબ્દોમાં કહ્યું હતું કે અમેરિકા ભારતના વર્તનથી અસંતુષ્ટ છે.
ભારતના આ વર્તનને કારણે બંને દેશ વચ્ચે થોડું અંતર આવી ગયું છે. આ ઉપરાંત જ્યારે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવમાં પણ ભારત તટસ્થ રહ્યું ત્યારે પણ અમેરિકાના આસિસ્ટન્ટ સ્ટેટ સેક્રેટરી ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે “અમે ઈચ્છીએ છીએ કે ભારત રશિયાની કાર્યવાહી તરફ સ્પષ્ટ વિચારો વ્યક્ત કરે.
સંયુયકત રાષ્ટ્રના પાંચ મુખ્ય સભ્ય દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, ચીન, બ્રિટન અને રશિયા છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી અમેરિકા, બ્રિટન અને યુરોપિયન સંઘે રશિયા પર ઘણા આકરા પ્રતિબંધો લગાવ્યા છે.
નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદ માટે અત્યારસુધીમાં ચીન જ વિરોધ કરતું હતું, પરતું હવે શક્ય છે કે અમેરિકા અને બ્રિટન પણ આ વિરોધમાં સામેલ થઈ શકે છે. આ સંજાેગોમાં રશિયા બાબતે નિષ્પક્ષ રહેવાથી શક્ય છે કે ભારતને સંયુકત રાષ્ટ્રમાંં સ્થાયી સભ્યપદ મળવું મુશ્કેલ થઈ શકે છે.HS