Western Times News

Gujarati News

મીની લાલ બસો આધુનિક હોવાથી સ્પીડનો અંદાજ ડ્રાઈવરને પણ આવતો નથી

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએનટીએસ) દ્વારા અલગ અલગ સ્થળોએ મુસાફરોને આવવા-જવા માટે નવી બસો મુકવામાં આવી છે. આ નવી બસો જૂની બસો કરતા પ્રમાણમાં ઘણી નાની છે. તેમાં પેસેન્જરો બે સાઈડે ઉભા રહે તો નીકળવુ મુશ્કેલ થઈ જાય છે. એેએમટીએસના સતાધીશો બસના ડ્રાઈવર-કંડકટરો પર સતત મોનિટરીંગ રાખતા હોય છે.

ખાસ તો બસ સ્ટેન્ડ પર ઉભી ન રહે, ઓવરસ્પીડ હોય તો બસમાં ફરીયાદ નંબર પણ લખેલો હોય છે. તેના મારફતેે ઘણા મુસાફરો કમ્પ્લેઈન પણ કરતા હોય છે. નવી મીની ટાઈપ બસો આવી છે. ખુબ જ સારી વાત એ છે કે તે ટ્રાફિકમાંથી સરળતાથી નીકળી જાય છે.

પરંતુ અત્યંત આધુનિક પ્રકારની બસ હોવાથી તેને ચલાવવામાં ડ્રાઈવરે ખુબ જ સાવચેતી રાખવી પડે છે. આ મીનિ બસો ક્યારે સ્પીડ પકડી લે તેનો અંદાજ આવતો નથી. તેમાંય જાે કોઈ ડ્રાઈવર તેને પૂરઝડપે ચલાવે તો કંટ્રોલ કરવી ભારે પડી જાય છે.

વળી, બ્રેક એટલી સખ્ત હોય છે કે જાે બસની પાઈપ સરખી ન પકડી હોય તો પેસેન્જર પડી જાય. આવો જ અનુભવ પંચવટી ખાતે ૭.ર૦ના સમયે સાંજના વાસણાથી સી.જી. રોડના માર્ગે જતી ર૦૪ નંબરની બસમાં જાેવા મળ્યો હતો. રીક્ષા ચાલકને બચાવવા જતાં બસ ડ્રાઈવરેે એટલી જબરજસ્ત બ્રેક મારીકે ઉભેલા એક પેસેન્જર રીતસરના પડી ગયા હતા. સદ્દભાગ્યે તેમને વાગ્યુ નહી.

આ વાત સામાન્ય છે પરંતુ નાની બસો ચલાવવામાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. અહીંયા ડ્રાઈવરનો કોઈ વાંક જ નહોતો, તેમ પેસેન્જર કહેતા હતા.પરંતુ મીની બસોમાં સ્પીડ લીમીટની પણ એટલી જરૂર છે. કેટલાંક બસ ડ્રાઈવરો બેફામ બસ ચલાવતા હોય છે એ પણ એક હકીકત છે. તેથી ગતિ મર્યાદા’નું કડકપણે પાલન થાય એ જરૂરી અને આવશ્યક છે. મીની બસો ખુબ જ આધુનિક હોવાથી તેની સ્પીડનો અંદાજ આવી શકતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.