ભણસાલીએ આલિયાને ખબર ન પડે એ રીતે ગંગુબાઈ માટે લીધો હતો લૂક ટેસ્ટ
મુંબઇ, બોલીવુડની શાનદાર એક્ટ્રેસ આલિયા ભટ્ટએ સંજય લીલા ભણસાલીમી મોસ્ટ એવેઈટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિવાવાડીમાં દમદાર પરફોર્મન્સથી એક વાર ફરી ફેન્સનું દિલ જીતી લીધું છે. પોતાની ભૂમિકા માટે આલિયા ભટ્ટે દરેક નાની મોટી વાતનું બારીકાઈપૂર્વક ધ્યાન રાખ્યું. હવે આ ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી મારવા તૈયાર છે. આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીનું એક ઈન્ટરવ્યૂ લીધુ છે.
જેમાં તે ફિલ્મોને લઈને પોતાના જ ડિરેક્ટરને કેટલાંક સવાલો પૂછી રહી છે. સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટના ફર્સ્ટ લૂક ટેસ્ટને લઈને કેટલીક મજાની વાત જણાવી છે.
સંજય લીલા ભણસાલીના મગજમાં જ્યારે ગંગુબાઈ ચાલી રહી હતી ત્યારે આલિયા ભટ્ટને એ વાતનો જરાય અહેસાસ નહોતો. સંજય લીલા ભણસાલીએ કહ્યું કે, જાે તને કદાચ યાદ હોય તો ઈંશા અલ્લાહના કોસ્ચ્યૂમ ટ્રાયલ દરમિયાન મેં તને આ સફેદ સાડી પહેરવા માટે કહ્યું હતુ અને તે પૂછ્યું હતું કે, હું સફેદ સાડી કેમ પહેરું. એ પછી અમે તારા માથા પર લાલ રંગની બિંદી લગાવી.
એ પછી અમે તારા વાળને ટ્રાય કર્યા હતા. ત્યારે તને ખબર પડી કે એ આ ઈંશા અલ્લાહ માટે નહીં. મારા મગજમાં ગંગુબાઈનો લૂક ટેસ્ટ ચાલી રહ્યો હતો.
જ્યારે મેં ફોટોગ્રાફ્સ જાેયા તો મેં કહ્યું કે, આ શું ટ્રાન્સફોર્મેશન છે? સંજય લીલા ભણસાલીએ એવું પણ જણાવ્યું કે, કેવી રીતે તેમના મગજમાં આલિયા ભટ્ટ જ ગંગુબાઈ બનવાની છે એ ચાલી રહ્યું હતું. પાંચ મિનિટમાં અચાનક આલિયા ભટ્ટનું ટ્રાન્સફોર્મેશન થયુ અને ત્યારે જ મેં કહ્યું કે, આ છોકરી ગંગુબાઈ બનશે. મહત્વનું છે કે, ફિલ્મ ઈંશા અલ્લાહ બનતા પહેલાં જ હાલ તો અટવાઈ પડી છે.
ગંગુબાઈ કાઠિયાવાડી પહેલાં સંજય લીલા ભણસાલીની ઈંશા અલ્લાહ ચર્ચામાં આવી હતી અને તેમાં આલિયા ભટ્ટ તથા સલમાન ખાન લીડ રોલમાં હોવાનું કહેવામાં આવ્યું હતું.
જાે આ ફિલ્મ બને છે તો આ પહેલી મૂવી હશે કે જેમાં સલમાન ખા સાથે આલિયા ભટ્ટ નજરે પડશે. કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી વચ્ચે ક્રિએટિવ ડિફરસન્સે આ ફિલ્મના કામને આગળ વધવા જ ન દીધી.SSS