બચ્ચન પાંડેની ટીમ સાથે કપિલના સેટ પર અક્ષય શૂટિંગ માટે પહોંચ્યો
મુંબઇ, લગભગ એક મહિના પહેલા મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે કપિલ શર્મા અને અક્ષય કુમાર વચ્ચે મતભેદો થયા છે. અક્ષય કુમાર ‘ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે નહીં આવે તેવી ચર્ચાઓ પણ હતી. જાેકે, બુધવારે અક્ષય કુમાર ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર પહોંચતા જ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાયું છે.
અક્ષય કુમાર આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડેના પ્રમોશનનો એપિસોડ શૂટ કરવા માટે કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો. અક્ષય કુમાર સાથે તેના કો-સ્ટાર્સ ક્રિતી સેનન, જેક્લીન ફનાર્ન્ડિઝ અને અરશદ વારસી પણ ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર પહોંચ્યા હતા.
બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં કપિલ શર્માના શોના સેટ પર પહોંચ્યો હતો. વ્હાઈટ દાઢીમાં અક્ષય કુમાર હેન્ડસમ લાગતો હતો. શૂટિંગ પહેલા અક્ષય કુમાર અને તેના કો-સ્ટાર્સે મીડિયાના ફોટોગ્રાફર્સને પણ પોઝ આપ્યો હતો.
ક્રિતી સેનન ઓરેન્જ રંગના શોર્ટ ડ્રેસમાં જ્યારે જેક્લીન ફનાર્ન્ડિઝ મલ્ટી કલર સાડીમાં જાેવા મળી હતી. અરશદ વારસી બ્લેક રંગના સૂટમાં ડેશિંગ લાગતો હતો.
અક્ષય કુમાર અને કપિલ શર્મા વચ્ચે મતભેદો થયા હોવાની વાત સામે આવી ત્યારે તેમના ફેન્સ નિરાશ થયા હતા કારણકે ‘ધ કપિલ શર્મા શો’માં તેમની મસ્તી અને બોન્ડ જાેવાની ખૂબ મજા પડે છે. પરંતુ હવે અક્ષય સેટ પર પહોંચતા ફરી એકવાર મનોરંજનનો ભરપૂર ડોઝ ‘ધ કપિલ શર્મા શો’માં જાેવા મળશે તે નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ ‘અતરંગી રે’ના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યો હતો. ત્યારે કપિલ શર્માએ મજાક કરતાં અક્ષય કુમારે લીધેલો પીએમ મોદીનો ઈન્ટરવ્યૂ યાદ કરાવ્યો હતો. જેમાં અક્ષય કુમારે પીએમ મોદીને કેરી કઈ રીતે ખાવી ગમે છે? તેવો પ્રશ્ન કર્યો હતો. દરમિયાન અક્ષયે પણ મજાક-મસ્તીના મૂડમાં કપિલને એ વ્યક્તિનું નામ લેવાનું કહ્યું હતું જેનો તેણે ઈન્ટરવ્યૂ લીધો હતો.
જેથી કપિલે વાત ફેરવી નાખી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમારે ચેનલને વિનંતી કરી હતી કે, આ ભાગ પ્રસારિત કરવામાં ના આવે કારણે તેમાં દેશના ઊંચા પદ પર બેઠેલા વ્યક્તિ અંગે રમૂજ કરાઈ હતી.
ચેનલે અક્ષયની વાત માટે હામી ભરી હતી પરંતુ ‘ધ કપિલ શર્મા શો’ની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવાયું હતું કે, આ ઘટનાને લીધે અક્ષય કુમાર કપિલથી નારાજ થયો હતો અને શોમાં આવવાનો ઈનકાર કર્યો હતો.SSS