Western Times News

Gujarati News

આદિત્ય નારાયણે દીકરીને આપ્યું ખૂબ જ સુંદર નામ

મુંબઇ, સિંગર-એક્ટર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણ તેમજ પત્ની શ્વેતા અગ્રવાલ ૨૪મી ફેબ્રુઆરીએ મમ્મી-પપ્પા બન્યા. તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે. એક્ટર પહેલાથી જ તેના ઘરે દીકરી જન્મે તેવુ ઈચ્છતો હતો અને તે પૂરી થતાં તેની ખુશી સાતમા આસમાને છે.

આદિત્ય નારાયણે દીકરીના જન્મના એક અઠવાડિયા બાદ ફેન્સ સાથે ખુશીના આ સમાચારની વહેંચણી કરી હતી. આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણ પણ ઘરે લક્ષ્મીનું આગમન થતા ખુશ છે. કપલે હજી સુધી તેમની દીકરીનો ચહેરો દેખાડ્યો નથી.

જાે કે, હાલમાં આદિત્ય નારાયણે ફેન્સ સાથે સેશન યોજીને દીકરીનું નામ જરૂરથી જણાવ્યું છે. આ સાથે તેણે હમણા તે દીકરીની તસવીર શેર નહીં કરે તેવો પણ ખુલાસો કર્યો છે.

સેશનમાં એક યૂઝરે પૂછયું છે ‘શું તમે તમારી દીકરીનું નામ પાડી દીધું?’ તેના જવાબમાં દીકરીનું નામ જણાવતા આદિત્યએ લખ્યું છે ‘ત્વિષા નારાયણ જા’. આ સાથે તેણે લખ્યું છે ‘શરૂઆતમાં હું એક માત્ર તેવો વ્યક્તિ હતો જે છોકરીઓના નામ શોધી રહ્યો હતો, બાકીના લોકો છોકરાના નામ શોધવામાં વ્યસ્ત હતા’.

ત્વિષાએ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે પ્રકાશ અને તેજસ્વી. એક યૂઝરે પૂછ્યું છે ‘તમારી દીકરીની તબિયત કેવી છે? તમે તેની તસવીર ક્યારે શેર કરશો?’, તેના જવાબમાં સિંગરે લખ્યું છે ‘તેની મમ્મીની પરમિશન જાેઈશ. વડીલોનું કહેવું છે કે, જન્મના ૪૦ દિવસ બાદ જ પોસ્ટ કરવી જાેઈએ. એક યૂઝરે પિતા બનીને આદિત્ય નારાયણ કેટલો ખુશ છે, તેના વિશે સવાલ પૂછે છે. તેણે પૂછ્યું છે ‘પિતા બનીને કેટલો ખુશ છે?’, તો આદિત્યએ જવાબ આપ્યો છે ‘આનંદીત છું. વધારે એટલા માટે કારણ કે અમારા ઘરે દીકરી આવી છે’.

જ્યારે ડોક્ટરે દીકરીનો જન્મ થયો ત્યારે તેનું રિએક્શન કેવુ હતું તેમ પૂછ્યું છે, આદિત્યએ જવાબ આપ્યો છે ‘વિશ્વાસ નહોતો આવતો. આખી પ્રક્રિયા દરમિયાન હું ઓપરેશન થિયેટરમાં હતો’.

દીકરીના જન્મ બાદ વાતચીત કરતા આદિત્ય નારાયણે કહ્યું હતું કે, ‘બધા મને કહેતા હતા કે દીકરો આવશે પરંતુ મારી દિલથી ઈચ્છા હતી કે અમારા ઘરે દીકરી જન્મે. હું માનું છું કે પિતા દીકરીની સૌથી નજીક હોય છે અને મારી નાનકડી પરી આવી ગઈ છે તેનો મને આનંદ છે.

હું અને શ્વેતા ભગવાનના આભારી છીએ કે તેમણે અમને પેરેન્ટ્‌સ બનવાની તક આપી. જણાવી દઈએ કે, ૧૦ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે ડિસેમ્બર, ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના બાદ તેઓ માતા-પિતા બનવાના હોવાના ગુડ ન્યૂઝ આપ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.