પાયલ રોહતગીને નથી ખબર રાષ્ટ્રપતિનું નામ
મુંબઇ, થોડા સમય પહેલા જ ઓટીટી રિયાલિટી શૉ લૉક અપની શરુઆત થઈ છે. આ રિયાલિટી શૉની હોસ્ટ કંગના રનૌત છે. આ શૉ સાથે જાેડાયેલા તમામ કન્ટેસ્ટન્ટ કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહ્યા છે. ખાસકરીને એવા જ લોકોને શૉ માટે પસંદ કરવામાં આવ્યા છે. શૉમાં તાજેતરમાં કન્ટેસ્ટન્ટને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં અમુક કન્ટેસ્ટન્ટ સાધારણ પ્રશ્નોના ઉત્તર પણ નહોતા આપી શક્યા.
આ કન્ટેસ્ટન્ટને જ્યારે ભારતના રાષ્ટ્રપ્રમુખનું નામ પૂછવામાં આવ્યું તો ચાર લોકો સાચો જવાબ નહોતા આપી શક્યા. આ કન્ટેસ્ટન્ટમાં એક નામ પાયલ રોહતગીનું પણ છે. પાયલ રોહતગી પોતાને રાજકારણ ક્ષેત્રની જાણકાર કહે છે. સોશિયલ મીડિયા પર પણ તે અવારનવાર વિવિધ મુદ્દાઓ પર પોતાના અભિપ્રાય મૂકતી રહેતી હોય છે, જે ઘણીવાર વિવાદાસ્પદ પણ હોય છે.
પરંતુ હવે જ્યારે તેને પોતાને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામ નથી ખબર તો લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાયલ રોહતગીની સાથે સાથે પૂનમ પાંડે, નિશા રાવલ અને સારા ખાનને પણ રાષ્ટ્રપતિનું નામ નહોતું ખબર, પરંતુ સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટીકા પાયલ રોહતગીની થઈ રહી છે. કારણકે પાયલ પોતાના રાજકારણને લગતા નિવેદનોને કારણે જ ઓળખાય છે.
પાયલ રોહતગીને નહોતી ખબર કે ટિ્વટર પર એક ટિ્વટની વર્ડ લિમિટ કેટલી હોય છે. તેણે જવાબ આપ્યો કે ૧૪૦ હોય છે, પરંતુ વાસ્તવમાં ટિ્વટર પર તમે એક ટિ્વટમાં ૨૮૦ શબ્દો લખી શકો છો.
એક ટિ્વટર યુઝરે લખ્યું છે કે, સોશિયલ મીડિયા પર પાયલ રોહતગી એટલું જ્ઞાન વહેંચે છે, ગૂગલ પરથી કોપી પેસ્ટ કરીને અને જીકે ક્વિઝમાં આ પ્રશ્નનો ઉત્તર ના આવડ્યો. તેનું બસ ચાલતું તો રાષ્ટ્રપતિનું નામ પણ નરેન્દ્ર મોદી કહી દેતી.
ઉલ્લેખનીય છે કે એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલો આ રિયાલિટી શૉ ઓલ્ટ બાલાજી અને એમએક્સ પ્લેયર પર પ્રસારિત થાય છે. આ શૉમાં પાયલ રોહતગી, પૂનમ પાંડે, સારા ખાન, નિશા રાવલ, અંજલી અરોરા, મુનવ્વર ફારુકી, બબીતા ફોગાટ, સિદ્ધાર્થ શર્મા, કરણવીર બોહરા, શિવમ શર્મા અને તહસીન પૂનાવાલા કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળી રહ્યા છે.SSS