Western Times News

Gujarati News

નીતુ કપૂરે સોની રાઝદાન અને મિત્રો સાથે કરી પાર્ટી

મુંબઇ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવુડ ઈન્ડસ્ટ્રીના બહુચર્ચિત લવબર્ડ્‌સ છે. બંનેનો પરિવાર પણ એકબીજા સાથે ખૂબ હળીમળી ગયો છે. ખાસ કરીને આલિયા ભટ્ટના મમ્મી સોની રાઝદાન અને રણબીર કપૂરના મમ્મી નીતુ કપૂર ઘણીવાર સાથે પાર્ટી કરતા જાેવા મળે છે.

હાલમાં સોની રાઝદાને રણબીર કપૂરના પરિવારના સભ્યો એટલે કે મમ્મી નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સહાની તેમજ અન્ય કેટલાક મિત્રો સાથે ગેટ-ટુગેધરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને શાહીન ભટ્ટને મિસ કર્યા હતા.

તેમની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પાર્ટીમાં સોની રાઝદાને એનિમલ પ્રિન્ટ ડ્રેસ અને બ્લેક શ્રગ પહેર્યું હતું, તો બીજી તરફ નીતુ કપૂર સફેદ ટોપ અને બેઝ કલરના પેન્ટમાં સુંદર લાગતા હતા.

રિદ્ધિમા કપૂરે બ્લેક ટોપ અને લેગિંગ પહેરી હતી. નીતૂ કપૂરે પણ કેટલીક તસવીરો શેર કરીને તેના કેપ્શનમાં ‘ક્રેઝી નાઈટ’ લખ્યું હતું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના રિલેશનશિપને લઈને ઘણીવાર હેડલાઈન્સમાં છવાયેલા રહે છે. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન, એક્ટ્રેસે તેના અને રણબીર કપૂરના સ્થગિત થયેલા લગ્ન વિશે વાત કરી હતી.

આલિયા ભટ્ટ જે રણબીર કપૂર સાથે સાત ફેરા લેવાની રાહ જાેઈ રહી છે, તેણે જણાવ્યું હતું કે જાે કોરોના મહામારી ન આવી હોત તો તેમણે લગ્ન કરી લીધા હોત. આ જ વાત અગાઉ રણબીર કપૂરે પણ કહી હતી. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, તેણે રણબીર સાથે ઘણા સમય પહેલા જ મનમાં લગ્ન કરી લીધા છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ જલ્દી અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળવાના છે. હાલ, આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની સફળતાને માણી રહી છે. તો રણબીર કપૂર વાણી કપૂર અને સંજય દત્ત સાથે ‘શમશેરા’માં જાેવા મળશે. આ સિવાય તે શ્રદ્ધા કપૂર સાથે લવ રંજનની અપકમિંગ ફિલ્મનો પણ ભાગ છે. ફિલ્મની રિલીઝ ડેટ ૮ માર્ચ, ૨૦૨૩ છે. જાે કે, તેનું ટાઈટલ હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.