Western Times News

Gujarati News

બાઘાની બાવરી રિયલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ

મુંબઇ, ટીવી જગતની લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકોને મનોરંજન પૂરુ પાડી રહી છે. તેના દરેક પાત્રો ખૂબ જ લોકપ્રિય છે અને લોકોને તેમના જીવન વિશેની વાતો જાણવાનું ગમે છે. શોના દરેક પાત્રોને લોકો સોશિયલ મીડિયામાં ફોલો કરે છે.

સિરીયલમાં ઘણા પાત્રો એવા છે જે સ્ક્રીન પર ઓછો સમય જાેવા મળે છે તેમ છતાં લોકો તેમને ખૂબ પસંદ કરે છે આમાંથી જ એક પાત્ર છે બાવરીનું. બાઘાની પ્રેમિકા અને મંગેતરનું પાત્ર ભજવતી બાવરી એટલે કે મોનિકા ભદૌરિયા પોતાની કોમેડીથી લોકોનું મનોરંજન કરે છે.

શોમાં તેને એક ચુલબુલી છોકરી તરીકે દર્શાવવામાં આવી છે પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ સુંદર છે. શોમાં સિમ્પલ કપડામાં જાેવા મળનાર બાવરી અસલ જીવનમાં ખૂબ ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

ચાલો આજે તમને મોનિકા વિશેની કેટલીક અજાણી વાતો જણાવીએ. મોનિકા મધ્ય પ્રદેશની રહેવાસી છે. મોનિકા દરરોજ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકોને પણ તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે.

ફેન્સ તેના દરેક ફોટો પર સુંદર, હોટ જેવી અનેક પ્રકારની કોમેન્ટ્‌સ કરતા રહે છે. આ કારણે મોનિકાની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે. આજ કારણ છે કે મોનિકાની સરખામણી સોશિયલ મીડિયા પર બબીતાજી એટલે કે મુનમુન દત્તા સાથે થવા લાગી છે.

મોનિકાના ચાહકો કહી રહ્યા છે કે તે બબીતા જી કરતા પણ વધુ સુંદર છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, બાવરીએ પોતાના અભિનયથી લોકોનું ઘણું મનોરંજન કર્યું છે. જાે કે તે છેલ્લા ઘણા દિવસોથી શોથી દૂર છે, પરંતુ તે હજી પણ સમાચારોમાં છવાયેલી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.