લંડનના યુવકે જીવનસાથી શોધવા બિલિ બોર્ડ લગાવ્યા

લંડન, લગ્ન ઈચ્છુક વ્યક્તિ યોગ્ય જીવનસાથીની શોધમાં કેટલીક વખત પેપરમાં જાહેરાત છપાવતા હોય છે. પરંતુ લંડનમાં રહેતા અને મૂળ ભાારતીય યુવકે જે કર્યું છે તે ચર્ચાનો વિષય બન્યું છે. જીવન બાચુ નામના ૩૧ વ્યક્તિએ જાહેરાત આપતા મોટા બિલબોર્ડ છપાવ્યા છે. બિલબોર્ડ લગાવ્યા બાદ તેને ૫૦ જેટલી યુવતીઓ તરફથી એપ્લિકેશન મળી છે.
જીવનસાથીની શોધમાં બિલબોર્ડ્સ દ્વારા જાહેરાત આપનારો ૩૧ વર્ષીય જીવન બાચુએ ત્યાંના એક સ્થાનિક અખબાર સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ‘બધુ ઠીક જઈ રહ્યું છે. આશરે ૫૦થી વધુ લોકોની અરજી મને મળી છે. કેટલાક તેમાથી સાચી છે. જાે કે, કેટલાક નકલી લોકો પણ છે. મારે બધાની અરજી જાેવી પડશે.
તો પોતાની વેબસાઈટ પર જીવન બાચુએ લખ્યું હતું કોવિડ ૧૯ના કારણે આ બધું મુશ્કેલ થઈ રહ્યું છે. એપ્સમાં સ્વાઈપ અને મેસેજ કરવાના બદલે કંઈક ક્રિએટીવ કરવાનો સમય આવી ગયો છે.
જીવન પહેલો તેવો સિંગલ નથી જેણે પ્રેમ શોધવા માટે બિલબોર્ડ્સ લગાવ્યા હોય. ગયા વર્ષે અમેરિકાના ટેક્સાસમાં પણ એક વ્યક્તિએ ‘સારી મહિલા’ શોધવા માટે મોટુ બિલબોર્ડ લગાવ્યું હતું. ૬૬ વર્ષના જિમ બાય્સ જૂન, ૨૦૨૧માં નવી શરૂઆત કરવા માટે વોશિંગ્ટનથી ટેક્સાસ શિફ્ટ થયા હતા. તેઓ નવી વ્યક્તિ સાથે નવી શરૂઆત કરવા માગતા હતા. તેમણે ટેક્સાસ હાઈવે પણ બિલબોર્ડ લગાવ્યું હતું. જેમાં તેમણે તેઓ સારી મહિલાની શોધમાં હોવાનું કહ્યું હતું.SSS