Western Times News

Gujarati News

રામોલઃ PSI ઉપર હુમલો કરનાર બંને આરોપીઓની ધરપકડ

ઘણાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તાજેતરમા પાસામાંથી પરત ફર્યા હતા

અમદાવાદ : અમદાવાદના રામોલ વિસ્તારમાં પ્રોહીબિશનની કાર્યવાહી કરવા ગયેલા એક પીએસઆઈને બુટલેગરે ચાકુ મારી દતા સનસનાટી મચી ગઈ હતી પીએસઆઈ ને બાદમા એલજી હોÂસ્પટલમા ખસેડવામા આવ્યા છે જ્યારે બંને બુટલેગરો ભાગી ગયા હતા જા કે રામોલ પોલીસે મોડી રાત્રે બંનેને ઝડપી લીધા હોવાની જાણકારી સામે આવી રહી છે બંને બુટલગેરોએ સામે અગાઉ કેટલાય ગંભીર ગુનો નોધાયેલા છે સમગ્ર રામોલ વિસ્તારમા તેમનો ત્રાસ હોવાનુ સામે આવી રહ્યુ છે.

ગઈકાલે રાત્રે રામોલ સુરેલીયા ચોરીના પીએસઆઈ અર્જુન ભરવાડમાં પોતાના એક કોનસ્ટેબલ સાથે રામીને કૈલાસ કોલોની નજીક પ્રોહીબિશનની કાર્યવાહી કરવા ગયા હતા જા કે અજીત નામનાં બુટલેગરે અચાનક જ તેમની ઉપર ચાકુ વડે હુમલો કરી દેતા પીએસઆઈ ભરવાડ ગંભીર રીતે ઘાયલ થયા હતા બાદમાં અજીત તથા અક્ષય નામનો બંને બુટલેગરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

જ્યારે પીએસઆઈ ને એલજી હોસ્પિટલીમાં  ખસેડવામા આવ્યા હતા જ્યા તેમની હાલત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યુ છે ઉપર હોવાનુ જાણવા મળ્યુ છે જ્યારે કોન્સ્ટેબલને પણ ગડદાપટુનો માર માર્યો હોવાનું જાણવા મળ્યુ છે.

જા કે સુત્રો દ્વારા મળતી માહીતી વિરોધાભાસ જણાવી રહ્યો છે સુત્રોનુ માનીએ ેતો ગુરુવારે રાત્રે સવા નવ વાગ્યે આસપાસ પ્રોહીબિશનની કાર્યવાહી માટે આવેલા સુરેલીયા ચોકીના પીએસઆઈ ભરવાડ તથા રીઢો ગુનેગાર બુટલેગરો અજીતક વાધેલા બંને કૈલાસ કોલોની સોસાયટીમાં નજીક વડર પોઈન્ટ ઉપર આવેલા એક ગલ્લા ઉપર ઊભા રહી વાતો કરતા હતા.

ઘણી વાર ચાલ્યા બાદ બંને વચ્ચે કોઈ બાબતે ખટરાગ થતા અચાનક જ પીએસઆઈ ભરવાડ ભાગ્યા હતા જેમની પાછળ અજીત વાધેલા ભાગ્યો હતો આ બંનેને જાઈ પીએસઆઈ સાથે આવેલો કોન્સ્ટેબલ પણ ભાગ્યો હતો.

કઈક અજુગતુ બન્યુ હોવાનુ લાગતા દુર ઉભો રહેતો અજીતનો સાગરીત અને બુટલેગર અક્ષય ભુરીયો પણ આ ત્રણેય પાછળ ભાગ્યો તો દોડાદોડી બાદ થોડીક દુર જઈને અજીતે પીએસઆઈ ભરવાડને આંતરી લીધા હતા અને કોન્સ્ટેબલ કે અક્ષય કઈ સમજે એ પહેલા જ પીએસઆઈ ઉપર હુમલો કરી દેતા પીએસઆઈ ત્યા જ લોહીલુહાણ હાલતમા ઢળી પડ્યા હતા.

જા કે પાછળથી આવેલાં કોન્સ્ટેબલે તુરત જ અજીતને પકડી લીધો હતો જ્યારે અજીતને બચાવવા આવેલાં અક્ષયે કોન્સ્ટેબલને લાત મારતા તે પણપડી ગયો હતો સમગ્ર પરિસ્થિતિમાં  દરમિયાન કોઈ કઈ સમજે એ પહેલા જ અજીત તથા અક્ષય બંને ત્યાથી રફુચક્કર થઈ ગયા હતા ઘટના બાદ પોલીસ રામોલ વિસ્તારમાં ઉતરી આવ્યા હતા એલજીમાં ધાયલ પીએસઆઈ હાલત હાલ સુધારી ઉપર હોવાનું જાણવા મળી રહ્યુ છે સુત્રોના જણાવ્યા અનુસારમા બને આરોપીઓ પણ મોડી રાત્રે અટક કરી લેવામા આવી છે પોલીસ આ માહિતી સમર્થન આપતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અજીત તથા અક્ષયનો આમા વિસ્તારમાં ત્રાસ હતો જેમના વિરુદ્ધમાં આસપાસની સોસાયટીનાં રહીશોએ રેલીઓ કાઢતા પોલીસે તેમની સામે તપાસ કરતા જા કે છુટીને પરત ફરતા બંનેએ પણ પોતાના ગોરખધંધા શરૂ કર્યો હતો રહીશોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે આ બંને તથા અન્ય ગુડાઓ વિરુદ્ધ અગમ્ય કારણોસર કોઈ કડક પગલા ન ભરતાં બંનેની હિમત આજે એ હદે ખુલી ગઈ છે કે તેમણે પીએસઆઈ ઉપર પણ હુમલો કરી દીધો હતો.
જા કે સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે જેની ઉપર ઉચ્ચ અધીકારીઓની પણ સત નજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.