Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં પેટ્રોલ-ડિઝલની કુત્રિમ અછત

Files Photo

રાજકોટ, સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયરા એનર્જીએ સપ્લાય બંધ કરતા રાજકોટ અને જામગનર સહિત સૌરાષ્ટ્રના ૭ જિલ્લાઓમાં પેટ્રોલની કૃત્રિમ અછત સર્જાઇ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જામનગરના વાડીનાર રિફાઇનરીથી નાયરા એનર્જી સૌરાષ્ટ્રમાં પેટ્રોલની સપ્લાય કરે છે. મંગળવારે કોઈ પણ કારણ આપ્યા વગર જ કંપની પેટ્રોલનો પુરવઠો આપવાનું બંધ કરી દીધું દેતા ભારે અછત સર્જાશે! ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પ્રમુખે ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગ તેમજ અન્ય પેટ્રોલિયમ કંપનીઓને તાત્કાલિક અસરથી પત્ર લખી અને દરમિયાનગીરી કરવા માટે કહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

તેમણે પત્રમાં જણાવ્યા અનુસાર નાયરા એનર્જી પાસેથી આઈઓસી, બીપીસીએલ અને એપીસીપેટ્રોલ અને ડીઝલની ખરીદી કરે છે. કંપનીએ કોઈ પણ આગોતરી જાણકારી વગર જ પેટ્રોલની સપ્લાય બંધ કરી દેતા સૌરાષ્ટ્રના ૭ જિલ્લાઓમાં પેટ્રોલની અછત ઊભી થવાનો ભય છે. જૌ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે તો કેટલાક પેટ્રોલ પંપો ખાલી થવાની ભીતિ છે.

આ ૭ જિલ્લાઓમાં પેટ્રોલ-ડીઝલની કૃત્રિમ અછત સર્જાઈ શકે જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢનો સમાવેશ થાય છે. ફેડરેશનના સેક્રેટરીએ મીડિયાને જણાવ્યા અનુસાર ઉપરોક્ત જિલ્લાઓમાં ૯૦૦થી વધુ પેટ્રોલપંપ આવેલા છે અને તેમની રોજની ખપત આશરે ૨૦ લાખ લિટરની છે.

કંપનીએ અચાનક જ પેટ્રોલની સપ્લાય અટકાવી દેતા પેટ્રોલ પંપ પર હવે ગુરુવાર સાંજ સુધી ચાલે તેટલો જ જથ્થો છે. જાે સપ્લાય નિયમિત શરૂ નહીં થાય તો ભારે મુશ્કેલી સર્જાશે તે નિશ્ચિત છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલ નહીં મળે તેવી માહિતી મળતા લોકો વધારે ખરીદી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.