ગુજરાતમાં પોલીસતંત્રની ધાક ઓછી થતા મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર વધ્યા
ગુજરાતમાં પોલીસતંત્રની ધાક ઓછી થતા અને પોલીસ કાર્યવાહીમાં થતાં વિલંબને કારણે અમદાવાદમાં મહિલાઓ વિરુદ્ધ શારીરિક, માનસિક અત્યાચાર સાથે સાયબર એટેક વધ્યા છે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી તંત્રને કાર્યદક્ષ બનાવશે?!
તસવીર ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકની કચેરી પોલીસ ભવન ગાંધીનગર ની છે ત્યાંથી ગુજરાત રાજ્યના પોલીસ તંત્રના ડીજીપી તરીકે શ્રી આશિષ ભાટિયા નેતૃત્વ કરી રહ્યા છે જ્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે શ્રી સંજયભાઈ શ્રીવાસ્તવ પોતાનું ઉત્તરદાયિત્વ સંભાળી રહ્યા છે
જ્યારે જમણી બાજુ ની તસ્વીર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની છે અને બીજી તસવીર ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવીની છે આ તમામની સંયુક્ત જવાબદારી છે કે ગુજરાતમાં વકરતાં મહિલા વિરુદ્ધ ના અપરાધો અટકાવવા સ્પષ્ટ અને કડક કાર્યવાહી કરવા આદેશો આપે
અને જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ ગુનાહિત તત્વો વિરુદ્ધ મહિલાઓની આપેલી રજૂઆત સામે પગલાં લેવામાં વિલંબ કરે તેવા અધિકારીઓ સામે દંડનીય જાેગવાઈ કરીને પોલીસ તંત્ર ને કાર્યક્ષમ બનાવવા ની જરૂર છે! અને જે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરી મહિલાઓને રક્ષણ અને હિંમત આપે તેમને સરકાર ખાસ પ્રોત્સાહિત ઇનામ પણ આપે જેથી સમાજમાં વકરતા મહિલા વિરુદ્ધ અને અપરાધો અટકે!
ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં રોજેરોજ મહિલાઓ વિરુદ્ધ ના ગુનાઓ વધી રહ્યા છે! અત્રે નોંધનીય છે કે તાજેતરમાં મહિલાઓ વિરુદ્ધ ના અપરાધોમાં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય યુવતીને પડોશમાં રહેતા ૨૨ વર્ષનો યુવક ફોન પર મેસેજ કરીને હેરાન કરતો હતો ને ફોન બ્લોક કરતા ધમકીઓ આપતો હતો! સોલા વિસ્તાર માં ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો! આજ રીતે સેટેલાઈટ વિસ્તારમાં ગુનો નોંધાયો છે
નારણપુરામાં એક વેપારીની પુત્રી પાસે ટુકડે-ટુકડે રૂપિયા ૪૦૦૦૦ પડાવ્યા હતા વસ્ત્રાપુર તળાવ પાસે બોલાવીને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતા યુવતીએ ‘ના’ પાડતા અને પરેશાન કરતા યુવતીએ નારણપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આવા તો રોજ બનાવ ગુજરાત ભરમાં બને છે અને અમદાવાદ શહેરમાં તો અભૂતપૂર્વ ગુનાખોરી વકરી છે !
પોલીસ તંત્ર દ્વારા ઝડપી અને નક્કર પગલાં ન લેવાતા ગુનેગારો છાકટા થઇને યુવતીઓને વધુ હેરાન કરે છે! નિર્દોષ ભાવે મિત્રતા બાંધી ને માયાજાળમાં ફસાવી યુવતીઓ પાસેથી પૈસા પડાવવા, યુવતીઓને લગ્ન કરવા મજબૂર કરવાના અને યુવતીઓ પર શારીરિક તેમજ સાયબર ક્રાઈમના હુમલા કરવાના બનાવો વધ્યા છે
છતાં અમદાવાદ શહેરના બધા જ પોલીસ સ્ટેશનો સક્રિય નથી અને રજૂઆત, ફરિયાદો તરફ ગંભીરપણે ધ્યાન ન આપતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે જે તે વિસ્તારમાં આવા ગુનાહિત આરોપીઓ રહેતા હોય અને ફરિયાદ આવી હોય તેમનું પોલીસે એક ‘બ્લેકલિસ્ટ’ બનાવવાની જરૂર છે!
આ માટે ગુજરાત રાજ્યના ડીજીપી આશિષભાઈ ભાટિયા શહેર પોલીસ કમિશનર શ્રી સંજયભાઈ શ્રીવાસ્તવ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય ગ્રુહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તાત્કાલિક સક્રિય થવાની જરૂર છે. ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
મહિલાઓ સાથે પરિચય કેળવી પૈસા પડાવવા, ફોટા વાયરલ કરવાની ધમકી આપી માનસિક હિંસાચાર આચરવાના તથા યુવતીઓને શારીરિક ઈજા પહોંચાડવાના વકરતા ગુન્હાઓ?!
જાે આખી દુનિયાની મહિલાઓ એક જૂથ થઈ જાય તો તેમણે કંઈ ગુમાવવાનું નહીં રહે ચીફ જસ્ટીસ શ્રી રામના
બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે સરસ કહ્યું છે કે ‘‘વિજ્ઞાને એ માણસને પક્ષીઓથી વિશેષ ઊંચે ઊડવાનું બળ આપ્યું છે, માછલી થી વધારે ઊંડે તરવાની શક્તિ આપી છે પણ ધરતી ઉપર માનવીને શોભે એવું જીવન જીવતા શીખવ્યું નથી”!! જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી. વિરમ ને કહ્યું છે કે
‘‘ જાે આખી દુનિયાને સ્ત્રીઓ એક જૂથ થઈ જાય તો મહિલાઓએ કંઇ ગુમાવવા જેવું નહીં રહે”!! દેશમાં અને હવે ખાસ કરીને ગુજરાતમાં રોજ મહિલાઓ વિરુદ્ધ ના અપરાંધો વધતા જાય છે સરકાર કે પોલીસ તો જાણે કોઈ ભય નથી રહ્યો ગુજરાતનું તંત્ર રામ ભરોસે ચાલે છે! કે પછી ગુનેગારોને ભરોસે ચાલે છે
એવા સવાલો સમાજમાંથી ઉઠી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી આશિષભાઈ ભાટિયા અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી સંજયભાઈ શ્રીવાસ્તવ અને તેમની ટીમે આરોપીઓ સામે તુરંત કાર્યવાહી કરવી જાેઈએ જેથી સમાજમાં વકરતી ગુનાહિત વિકૃતિ અટકે! અને સરકારનું નેતૃત્વ કરતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ગંભીરતાપૂર્વક મુદ્દા ને હાથ ધરવાનો જરૂર છે