અરવલ્લીઃ જીલ્લા સેવાસદન સામે સ્પામાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ
મોડાસા શહેરમાં ૪ સ્પાની હાટડીઓમાં કુટણખાણું ચાલતી હોવાની ચર્ચા
(પ્રતિનિધિ) ભિલોડા, મોટી મોટી મેગાસીટીમાં સ્પાનના નામે ચાલતા દેહવેપારનું દુષણ હવે સંસ્કારી નગરી ગણાતા અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં જાેવા મળી રહ્યું છે.મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક સ્પાની હાટડીઓ ધમધમી રહી છે.જેમાં કેટલીક જગ્યાએ સ્પાના નામે દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે.
જેમાં થાઇલેન્ડ અને પરપ્રાંતીય યુવતીઓ પાસે મસાજના નામે દેહવેપાર કરાવી રહ્યા છે.મોડાસા શહેરના શામળાજી રોડ પર જીલ્લા સેવાસદન કચેરી સામે એ-વન થાઈ સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટખાણાનો જીલ્લા એસ.ઓજી પોલીસે ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કરતા અન્ય સ્પા ચાલકોએ પણ રૂપલલનાઓ ભૂગર્ભ ઉતારી દીધી હતી.એસ.ઓ.જી પોલીસે કરેલ રેડમાં એક ગ્રાહક યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો.
મોડાસા શહેરમાં આવેલા જીલ્લા સેવાસદન સામેના મારૂતિ આર્કેડ નામના કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ એ-વન થાઈ સ્પા અને મસાજ પાર્લર ચલાવતો રાજસ્થાનનો હેમેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઠાકરડા નામનો શખ્સ બહારથી છોકરીઓ અને યુવતીઓ બોલાવી કુટખાણું ચલાવી ગ્રાહકોને ખુશ કરવામાં આવતા
હોવાની બાતમી જીલ્લા એસ.ઓ.જી પોલીસને મળતા એસ.ઓ.જી પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતા કુટખાણું ઝડપી લીધું હતું.પોલીસ ત્રાટકી ત્યારે રાજસ્થાન સીકર વિસ્તારનો મહેન્દ્દ શાનવરમલ સૈની યુવતી સાથે રંગરેલિયા મનાવતો રંગે હાથે ઝડપી લેતા ગ્રાહકના મોતિયા મરી ગયા હતા.
જીલ્લા એસ.ઓ.જી પોલીસે સ્પાના સંચાલક અને ગ્રાહક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી પોલીસ સ્પાની બીજી રૂમમાંથી અન્ય બે પ્રરપ્રાંતીય મહિલાઓ પણ મળી આવી હતી . એ-વન થાઈ સ્પાનો અને મસાજ પાર્લર ચલાવતો ડુંગરપુર રાજસ્થાનનો હેમેન્દ્રસિંહ ઠાકરડા નામનો માલિક પર પ્રાંતીય યુવતીઓ બોલાવી કુટખાણું ચલાવતો હતો.
જેમાં ગ્રાહક દીઠ ૬૦૦ રૂપિયા વસુલાવમાં આવતા હતા જેમાંથી રૂપલલનાને ૩૦૦ રૂપિયા આપતો હતો અને બાકીની રકમ તેની પાસે રાખતો હોવાનું એસઓજી પોલીસે જણાવ્યું હતું.*