ઉત્કૃષ્ટ કામગીરી બદલ કોયડમ ગામની આંગણવાડી કાર્યકર અને તેડાગર યશોદા એવોર્ડથી સન્માનિત
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહિસાગર જીલ્લાના વડા મથક લુણાવાડા ખાતે કલેકટર અને ડીડીઓની અધ્યક્ષતામાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે સિધ્ધી મેળવનાર મહિલાઓ, દીકરીઓ, વ્યક્તિ વિશીષ્ટોને મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સન્માન કરાયું હતું.
જેમાં વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતમાં આવેલ નાનસલાઈની આંગણવાડી કાર્યકર અને તેડાગરને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા હતા જેને કારણે શિક્ષણજગતમાં આનંદ વ્યાપી ગયો હતો આંગણવાડી બહેનો નાના ભૂલકાઓ ને ભણાવવાનું-ઉછેરવાનું કામ કરે છે જેથી તે ખરા અર્થમાં યશોદા માતા કહેવાય છે.
શિક્ષણ માટે પાયાનું કામ કરતી આંગણવાડી બહેનોને પ્રતિ વર્ષ માતા યશોદા એવોર્ડ થકી સન્માનવામાં આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લુણાવાડા ખાતે વિરપુર તાલુકાની નાનસલાઈ ગામની આગણવાડીના કાર્યકર શારદાબેન અજીતસિંહ ઠાકોરને ૨૧૦૦૦/- તેડાગર કાળીબેન રમેશભાઈ બારીયા ને ૧૧૦૦૦/- હજારનાં ચેક અને માતા યશોદા એવોર્ડ એનાયત કરાયા હતા.
જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધા હતા આ પ્રસંગે મહિસાગર જીલ્લાના કલેકટર, ડીડીઓ,મહિસાગર જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર તેમજ સંકલિત મહિલા અને બાળવિકાસ અધિકારી શિલ્પાબેન ડામોર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રહ્યા હતા.*