Western Times News

Gujarati News

હોસ્પિટલમાં દાખલ સગાને દારૂની પોટલીઓ આપવા જતો શખ્સ ઝડપાયો

સિક્યુરિટી ગાર્ડે ચેકીંગ કરતા બેગ માંથી ૩૦ પોટલી મળતા પોલીસને જાણ કરતા બે ની અટકાયતઃ સિવિલ હોસ્પિટલ વહીવટીતંત્ર એ પણ તપાસ હાથધરી

દવા દારૂ બરાબર કરજે જે ઉક્તી ભરૂચ સિવિલ હોસ્પીટલના આ કિસ્સામાં સાર્થક કરતા હોય તેમ સગાની સહુલીયત માટે દેશી દારૂની પોટલીઓ લઈ કેમ્પસમાં ધૂસવાનો પ્રયાસ બે ઇસમો સિક્યુરીટીની સ્મયસુચકતા અને કડક ચેકીંગના પગલે ઝડપાઈ જવા પામ્યા હતા. 

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચની સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ વાતે વિવાદમાં રહે છે.આ વખતે કોઈ અલગ જ મુદ્દાને લઈને હોસ્પિટલ વિવાદમાં આવી છે.

જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લઈ જવાતી ૨૮ થી ૩૦ પોટલી દેશી દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે આ મામલે બે આરોપીઓની અટકાયત કરી છે તો સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્રએ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત સિવિલ હોસ્પિટલ માં ગાંજા ના છોડ મળી આવવા બાબતે હોબાળો મચ્યો છે.ત્યારે ભરૂચ ની જનરલ સિવિલ હોસ્પિટલ માં લઈ જવાતો દેશી દારૂ નો જથ્થો સિક્યુરિટી ની સતર્કતા ના કારણે ઝડપાઈ જવા પામ્યો છે. આમ તો કોઇ સ્વજન કે સગા માંદા પડે અને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ થાય તો સામન્ય ખબર પુછતા પરિજનો,મિત્રો કહેતા હોય છે

કે દવા દારૂ બરાબર કરજે જે ઉક્તી ભરૂચ સિવિલ હોસ્પીટલના આ કિસ્સામાં સાર્થક કરતા હોય તેમ સગાની સહુલીયત માટે દેશી દારૂની પોટલીઓ લઈ કેમ્પસમાં ધૂસવાનો પ્રયાસ બે ઇસમો સિક્યુરીટીની સ્મયસુચકતા અને કડક ચેકીંગના પગલે ઝડપાઈ જવા પામ્યા હતા.

.જાેકે આ મામલે પોલીસને તુરંત જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે તાત્કાલીક ભરૂચ જનરલ હોસ્પીટલ ખાતે દોડી આવી આ દારૂની પોટલીઓ લઈને આવેલ ૩૨ વર્ષીય પ્રકાશ ઉર્ફે ગણેશ મણીલાલ વસાવા રહે માંડવા, રોડ ફળીયું અને માંડવાના જ વસાવા ફળીયામાં રહેતા ૨૫ વર્ષીય રાકેશ નવીન વસાવાની અટકાયત કરી તેમની પાસે થેલામાં રહેલ ૨૮ થી ૩૦ દેશી દારૂની પોટલી કબ્જે કરી બંન્ને વિરૂધ ૫ લીટર દેશી દારૂના અલગ-અલગ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

પોલીસ પુછતાછમાં આ બંન્ને આ દેશી દારૂ તેમના કોઈ સગા કે જે હાલમાં સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ છે તેમને આપવા લાવ્યા હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અને સિવિલ તંત્ર પણ ચોંકી ઉઠ્‌યું હતું. સિવિલ વહીવટી તંત્ર દ્વારા પણ દેશી દારૂ ઝડપાવાના મુદ્દા ને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

જેમાં હોસ્પિટલ ના કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તેમજ આવું સામાન્ય સંજાેગો માં પણ ચાલતું તો નથી વગેરે સવાલો ના જવાબ મેળવવાની કવાયત કરવામાં આવશે. બીજી બાજુ પોલીસ હાલ એવી તપાસ કરી રહી છે કે સિવિલમાં જ નશાનો કારોબાર ચાલી રહ્યો છે કે શું? ત્યારે આ બધી તપાસ બાદ શુ બહાર આવે છે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.