Western Times News

Gujarati News

પર્યાવરણના જતન માટે વૈદિક હોળી પ્રગટાવવા અનોખી પહેલ

ઓક્સિજન ઉત્પન્ન થાય તે માટે ગાયના છાણાથી હોળી પ્રગટાવવા અનોખો પ્રયોગ ઃ વૈદિક હોળી માટે છાણા બુકીંગ કરાવતા આયોજકો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ભરૂચ જિલ્લામાં હોળી-ધૂળેટીના પવૅની ઉજવણીનો થનગનાટ ચાલી રહ્યો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં શુદ્ધ વાતાવરણ માટે તથા પર્યાવરણ બચાવોના ભાગરૂપે સાથે ઓક્સિજન ઉત્પન્ન થાય તે માટે પણ ભરૂચમાં વૈદિક હોળી પ્રગટાવવા માટે પાંજરાપોળ ખાતે ગાયના છાણ માંથી સ્ટીક તૈયાર કરવામાં આવી રહી છે અને આયોજકો વૈદિક હોળી પ્રગટાવવાના સંકલ્પ સાથે છાણાનો જથ્થો બુકીંગ પણ કરાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં ૧૭મી માર્ચે હોળીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પર્યાવરણ ના જતન અર્થે વૈદિક હોળી પ્રગટાવવાની અનોખી પહેલ કરી રહ્યા છે.જેના પગલે ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે અંદાજીત ૫૦૦ જેટલી ગાયો કાર્યરત છે

અને આ ગાયનાં છાણમાંથી હોળી પ્રગટાવવા માટે પાંજરાપોળ ખાતે છાણાઓ તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં ગાયના છાણામાંથી આવતી આવક બેરોજગારોને રોજગારી પુરી પાડી રહ્યું છે અને હવે ગૌમાતા પણ આર્ત્મનિભર બની રહી હોય તેમ ગાયના છાણા વૈદિક હોળી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે વૈદિક હોળી પ્રગટાવવાથી શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે.

સાથે પાંજરાપોળ ખાતે ગાયના માટે વૈદિક હોળી પ્રગટાવવા માટે પણ બુકિંગ ચાલુ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં ૧૫૦૦ જેટલા છાણાઓનું બુકિંગ થયું હોવાની માહિતી સાંપડી રહી છે વૈદિક હોળી પ્રગટાવવા થી ઓક્સિજન ઉત્પન્ન થાય છે તેમજ વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે

અને વૈદિક હોળી દ્વારા લોકો વાતાવરણમાં પોઝિટિવ એનર્જી સાથે પ્રદુષણ અને મચ્છરોના ઉપદ્રવ ઉપર અંકુશ પણ મેળવી શકાય છે અને ભરૂચ જિલ્લામાં હોળીના તમામ આયોજકો વૈદિક હોળી પ્રગટાવી વાતાવરણને શુદ્ધ કરે તેવી અપીલ પણ પાંજરાપોળના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે.

વૈદિક હોળીના કારણે વૃક્ષોનું છેદન ઘટશે અને પર્યાવરણ બચવા સાથે ઓક્સિજન પણ મળી રહેશે ઃ પાંજરાપોળ ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા.

ભારતીય સંસ્કૃતિમાં હોળી પ્રગટાવવામાં સૌથી વધુ લાકડાનો ઉપયોગ થતો હોય છે જેના કારણે દર વર્ષે મોટીમાત્રામાં વૃક્ષોનુ નિકંદન થતું હોય છે.જેના કારણે ઓક્સિજન ઘટવાના કારણે તકલીફોનો સામનો કરવો પડે છે જેટલા વૃક્ષોના જતન કરવા તેના કરતા છેદન વધુ થતાં હોવાના કારણે પર્યાવરણને નુકશાન થતું હોય છે.

જેથી કરી પાંજરાપોળ દ્વારા હોળીના આયોજકો વૈદિક હોળી એટલે કે ગાયના છાણા વડે વૈદિક હોળી પ્રગટાવી પર્વની ઉજવણી કરે તો વાતાવરણ પણ શુદ્ધ થાય અને વૃક્ષોનું નિકંદન પણ ઘટી શકે અને પર્યાવરણને પણ ફાયદાકારક હોવાનું પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.