Western Times News

Gujarati News

ભિલોડા એસ.ટી. બસ સ્ટેશન સામે ટ્રક અને બાઈક ટકરાતા બાઈક ચાલક ઘવાયો

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં ઓવરલોડ ટ્રક ચાલકો માંતેલા સાંઢની માફક બેફામ રીતે પુરપાટ ઝડપે હંકારતા હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે.

ભિલોડા-ઈડર ધોરીમાર્ગ પર હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં આવેલ એસ.ટી.બસ સ્ટેશન સામે ટ્રક અને બાઈક ટકરાતા બાઈક ચાલક ધવાયો હતો.પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓના જણાવ્યા મુજબ એસ.ટી.બસ સ્ટેશન સામે ટ્રક ચાલકે તેઓના પોતાના કબજાની ટ્રક નંબર. ય્.ત્ન. ૦૯. છેં. ૮૮૫૬ પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બાઈક ચાલક કિરણભાઈ દલજીભાઈ જાેષીયારા (રહેવાસી.સુનસર,તા.ભિલોડા) ને અડફેટે લેતા બાઈક ચાલક ધોરીમાર્ગ પર પટકાતા ટ્રકના આગળના ટાયર નીચે આવતા બાઈક ચાલકના જમણા પગના ઘુંટણ પર ફ્રેકચર કરીને અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત કરીને ભાગી છુંટયો હતો.

સુનસર ગામના બાઈક ચાલકે ટ્રક ચાલક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.