ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં ભાજપના વિજયની ખેડબ્રહ્મામાં ઉજવણી
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારતના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર તથા પંજાબમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓનો પરિણામની મતગણતરી આજે સવારથી શરૂ થતાં તેના પરિણામો ટીવી તથા મોબાઇલમાં આવવાના ચાલુ થઇ ગયા હતા
અને લોકો સવારથી જ આ પરિણામો જાણવા ઉત્સુક હતા ત્યારે મત ગણતરી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર મા ભારતીય જનતા પાર્ટીએ શાનદાર વિજય કૂચ શરૂ કરી હતી
અને સરકાર બને તેવી સંભાવના વધતા જતાં જ ભારતીય જનતા પાર્ટીના ખેડબ્રહ્મા તાલુકા તથા ખેડબ્રહ્મા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા શહેરના સરદારચોક માં ઉપસ્થિત થઈ ભારત માતાકી જય, વંદે માતરમ, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, મોદીજી યોગીજી જિંદાબાદ જેવા ગગનભેદી નારાઓ લગાવી ફટાકડા ફોડી એકબીજાને અભિનંદન આપી આનંદ વ્યક્ત કર્યો હતો.
આ શુભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સુરેશભાઇ પટેલ, મહામંત્રી નરશીભાઈ, શીવાભાઈ પરમાર મીનાબેન જાેશી, હિતેશભાઈ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, પ્રશાંત પટેલ, રાજેન્દ્રસિંહ ચૌહાણ, હસમુખભાઈ પંચાલ અરવિંદભાઈ ઠક્કર, ધર્મેન્દ્ર મહેતા આદિજાતિ મોરચાના નવજીભાઈ બૂબડીયા લતાબેન ભાવસાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.*