રાહુલ ગાંધી અમદાવાદમાં નારાજ નેતાઓને મળશે
એડીસી બેંક અને અમિત શાહ વિરૂધ્ધ કરેલા નિવેદનમાં બદનક્ષીના કેસમાં હાજરી આપવા આવશે |
(પ્રતિનિધિ) અમદાવાદ : એડીસી બેંક અને અમિત શાહ (Rahul Gandhi Congress allegations against Amit Shah ADC Bank, Ahmedabad, Gujarat) વિરૂધ્ધ આક્ષેપો કરી જાહેરમાં નિવેદનો કરવા બદલ બદનક્ષીના કેસમાં કોંગ્રેસના યુવા નેતા અને સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી આજે અમદાવાદની કોર્ટમાં હાજર થવાના છે ત્યારે શહેરભરમાં ઠેરઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે.
આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી આંતરિક જૂથબંધીને ડામી દેવા માટે રાહુલ ગાંધી સર્કિટ હાઉસ ખાતે નારાજ નેતાઓને મળી તેઓની નારાજગી દુર કરશે તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ તથા સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ ચૂંટણી સમયે એડીસી બેંક તથા ભાજપના અગ્રણી અમિત શાહ વિરૂધ્ધ તથા અન્ય મુદ્દાઓને લઈ જાહેરમાં નિવેદનો કરી વિવાદ સર્જયો હતો.
ઠેરઠેર આ નિવેદનો દોહરાવવામાં આવ્યા હતા જેના પગલે અને કોર્ટોમાં રાહુલ ગાંધી વિરૂધ્ધ ફરિયાદો નોંધાવવામાં આવી છે જેના પગલે એક પછી એક કોર્ટોમાં તેઓ હાજરી આપવા જાતે હાજર થઈ રહયા છે. ગઈકાલે સુરતની (appered in surat Court) કોર્ટમાં હાજરી આપ્યા બાદ આજે અમદાવાદની કોર્ટમાં હાજરી આપવાના છે.
એડીસી બેંક વિરૂધ્ધ તથા અમિત શાહની વિરૂધ્ધમાં નિવેદન કરવા બદલ રાહુલ ગાંધી વિરૂધ્ધમાં અમદાવાદની કોર્ટમાં કેસ નોંધાયેલો છે અને તેમાં આજે હાજરી આપવા માટે બપોરે ૧ર.૦૦ વાગ્યે હવાઈ માર્ગે અમદાવાદ (Ahmedabad airport) આવી પહોંચ્યા બાદ રાહુલ ગાંધીનું એરપોર્ટ પર પ્રદેશ નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવનાર છે.
ત્યારબાદ એનએસયુઆઈના કાર્યકરો NSUI તથા મહિલા કોંગ્રેસ Woman Congress દ્વારા પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સર્કિટ હાઉસ (Circuit house, shahibag, ahmedabad) જવાના છે અને ત્યાં પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરવાના છે.
ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે અને એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહયા છે જેના પગલે પ્રદેશ કોંગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાયુ છે અને હજુ પણ કેટલાક નેતાઓ નારાજગી વ્યકત કરી રહયા છે.
પ્રદેશ કોંગ્રેસમાં ચાલતી આંતરિક જૂથબંધીને ડામવા માટે ચાર દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ દોડી આવ્યા હતા અને તેમણે આ અંગેનો અહેવાલ તૈયાર કરી રાહુલ ગાંધીને સુપ્રત કરેલો છે. જેના આધારે આજે રાહુલ ગાંધી પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરવાના છે આ ઉપરાંત નારાજ નેતાઓને મળી તેમની નારાજગી દુર કરશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.
વિધાનસભાની ૬ બેઠકોની પેટા ચૂંટણીમાં આંતરિક જૂથવાદને ભૂલી જઈ એક સુત્ર થઈ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધી સર્કિટ હાઉસથી કોર્ટમાં જવા માટે રવાના થવાના છે. જાકે તે પહેલા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવનાર છે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસતંત્ર પણ એલર્ટ થઈ ગયેલું છે અને એરપોર્ટથી લઈ તેમના સમગ્ર રૂટ પર સવારથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મેટ્રો કોર્ટ પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. કોર્ટ પરિસરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોર્ટમાં હાજરી આપ્યા બાદ તેઓ સાંજે પરત દિલ્હી જવાના છે.