Western Times News

Gujarati News

બસ ટિકીટ કૌભાંડઃ બે કંડકટરો સસ્પેન્ડ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસની લાંબા રૂટની બસોમાં કેટલાક કંડકટરો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની માહિતી મળતા જ એએમટીએસના વિજીલન્સ શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વોચ રાખવામાં આવતી હતી અને તેમાં કેટલાક રૂટોને અલગ તારવવામાં આવ્યા હતાં. ત્યારબાદ ચેકિંગ સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યો હતો અને આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવતા જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં બે કંડકટરોને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે એએમટીએસના ચેકિંગ સ્ટાફ દ્વારા આજે વહેલી સવારથી નકકી કરાયેલા રૂટ પર ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ ચેકિંગ સ્ટાફ સાયન્સ સીટી રોડ પર ગોઠવાઈ ગયો હતો. અધિકારી હરીશ મિશ્રાની આગેવાની આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ રૂટ નં.૬૬/૩ માં ચેકિંગ શરૂ કરાયું હતું.

જેમાં કેટલાક પ્રવાસીઓએ રૂપિયા આપ્યા બાદ ટિકિટ નહોતી મેળવી જેના આધારે કંડકટરની તલાશી લેતા તેની પાસેથી ટિકિટના રૂપિયા કરતા પ૬૭ રૂપિયા વધુ મળ્યા હતા જેના આધારે આ બસને કંડકટર અનિલ ખીમજીભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જાકે આ બસનો ડ્રાયવર ખાનગી ઓપરેટરનો હોવાથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત આજ રૂટની અન્ય એક બસમાંથી કંડકટર પાસેથી નજીવી રકમ વધુ મળી આવી હતી તેમ છતાં કંડકટર કલ્પેશ સવજીભાઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. બીજીબાજુ બંને બસોના ડ્રાયવર ખાનગી કંપનીના હોવાથી આ કંપનીને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. બંને કંડકટરોને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.