ગુજરાત આવેલા પ્રધાનમંત્રીનું રાજયપાલે ભાવભર્યુ સ્વાગત કર્યું
અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વતન રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે આજે સવારે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનો ભાવભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીએ કર્યો હતો.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ સચિવો અને મુલ્કી અધિકારીઓએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.HS