પોલીસે કોંગ્રેસ-આપના કાર્યકરોને નજરકેદ કર્યા
અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ગાંધીનગર પોલીસે ગુરૂવારે મોડી સાંજથી જ અનેક કાર્યકરોને નજરકેદ કર્યા હતા. તો કેટલાંક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.
આ સાથે કેટલાંક લોકોના મોબાઇલ ફોન પણ પોલીસે જપ્ત કરી લીધા હતા. અમદાવાદ- ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એઆઇએમઆઇએમના કાર્યકરો દ્વારા રોડ શો કે કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગુરૂવારે મોડી સાંજથી જ અનેક કાર્યકરોને નજર કેદ કરવા માટે ઘરે પોલીસ ગોઠવી દીધી હતી. તો કેટલાંક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ સાથે પોલીસને વિશેષ સૂચના પણ આપવામાં આવી છે કે જીએમડીસી મેદાન તેમજ સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમ દરમિયાન કોઇ વ્યક્તિ ભાજપના કાર્યકર બનીને કે અન્ય રીતે ઘુસી ન જાય. આ માટેની વોચ રાખવા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જવાબદારી ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.SSS