ધનસુરા ખાતે સિનિયર સિટીઝન નો સન્માન સમારંભ યોજાયો

બાયડ, અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે સિનિયર સિટીઝન નો સન્માન સમારંભ યોજાયો હતો. ધનસુરા સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા જે.એસ.મહેતા હાઈસ્કૂલ ના સાંસ્કૃતિક હોલ ખાતે મોડાસા બી.એડ કોલેજ ના પ્રિન્સિપાલ ડો.બિપીનભાઈ પટેલ ના અઘ્યક્ષ સ્થાને ૭૫ વર્ષ ઉપરના સિનિયર સિટીઝન નો સન્માન સમારંભ યોજાયો હતો.
જેમાં મુખ્ય મહેમાન પદે ધનસુરા ના સરપંચ હેમલત્તા બેન પટેલ, અરવિંદભાઈ જયસ્વાલ સાથે અતિથિ વિશેષ પદે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના પ્રમુખ જયંતિલાલ શાહ,ધનસુરા કેળવણી મંડળ ના ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ મહેતા પ્રમુખ કાન્તિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ૭૫ વર્ષ ના સિનિયર સિટીઝન નો ને દાતા શ્રી અને મહેમાનો ના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ ના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ એ ઉપસ્થિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માં ટ્રસ્ટ ના તમામ હોદ્દેદારો ધ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે મંત્રી મૂળજીભાઈ પટેલ એ આભાર વિધિ કરી હતી.અને કાર્યક્રમ બાદ સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.