પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ખાસ ભાડા સાથે ચલાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે જેની વિગતો નીચે મુજબ ઃ- ટ્રેન નંબર ૦૯૪૧૭/૦૯૪૧૮ અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (બે ટ્રીપ)
ટ્રેન નંબર ૦૯૪૧૭ અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી ૧૪ માર્ચ ૨૦૨૨ના રોજ સવારે ૦૯ઃ૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે ૨૧ઃ૩૦ વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૪૧૮ દાનાપુર-અમદાવાદ વિશેષ ટ્રેન દાનાપુરથી ૧૫મી માર્ચ ૨૦૨૨ના રોજ રાત્રે ૨૩ઃ૪૫ વાગ્યે ઉપડી અને ત્રીજા દિવસે ૧૧ઃ૨૦ વાગ્યે અમદાવાદ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફારુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલ્તાનપુર, જૌનપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર તથા આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે.
ટ્રેન નંબર ૦૯૪૧૭ માટે બુકિંગ ૧૩ માર્ચ, ૨૦૨૨થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનના ઓપરેટિંગ સમય, રોકાણ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www. enquiry. indianrail. gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.