આર્મસ્ટ્રોંગની મૂન વોકની તસવીરના હરાજીમાં ૧.૩ કરોડ રૂપિયા મળ્યા

ડેનમાર્ક, અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલી વખત પગ મુક્યો તે ફોટોગ્રાફ દુનિયામાં કદાચ તમામ દેશોમાં વારંવાર છપાયો છે.
નાસાના મૂનવોકિંગવાળા આ ફોટોગ્રાફ સહિતના ૭૪ ફોટોગ્રાફની ડેનમાર્કમાં હરાજી યોજવામાં આવી હતી.જેમાં મૂનવોકિંગ વાળી તસવીર ૧.૩ કરોડ રુપિયામાં એટલે કે ૧.૫૫ લાખ યુરોમાં વેચાઈ છે.
જ્યારે અન્ય અવકાશયાત્રી બઝ એલ્ડ્રિનનો આ પ્રકારનો જ ફોટોગ્રાફ ૫૩૭૩ યુરો એટલે કે ૪.૫૨ લાખ રુપિયામાં વેચાયો છે.આ તસવીર જુલાઈ ૧૯૬૯માં લેવામાં આવી હતી.જેમાં પહેલી વખત માણસને ચંદ્ર પર ઉતરતો દેખાડાયો હતો.
આ પ્રકારના ૭૪ યુનિક ફોટોગ્રાફ હરાજીમા સામેલ કરાયા હતા.આ તમામ ફોટોગ્રાફ ૧૯૬૦ થી ૧૯૭૦ના દાયકામાં હાથ ધરાયેલા મિશનના હતા અને તેમાં ચંદ્ર પર લેવાયેલી ૨૬ તસવીરોનો પણ સમાવેશ થતો હતો.
બ્રુન રાસમુસેન ઓક્શન હાઉસના કહેવા પ્રમાણે ૭૪માંથી ૭૩ તસવીરોની હરાજી થઈ ચુકી છે. આ હરાજીમાંથી ૧.૯૦ લાખ યુરો એટલે કે ૧.૫૯ કરોડ રુપિયાનુ લકેક્શન થશે તેવુ અનુમાન કરવામાં આવ્યુ હતુ. આ સિવાય ચંદ્રની પરિક્રમા કરતી વખતે ૧૯૬૮માં અમેરિકન સ્પેસ એસ્ટ્રોનોટ વિલિયમ એન્ડર્સે ધરતીની રંગીન તસવીર ખેંચી હતી.એ પણ ૯.૯૩ લાખ રુપિયામાં વેચાઈ છે.
આ હરાજીમાં એપોલો ૮ અવકાશયાનન ચંદ્ર તરફ લઈ જનાર રોકેટ સેટર્ન ફાઈવ તેમજ એપોલો ૧૧ મિશનની તસવીરો પણ સામેલ હતી.SSS