બીજે મેડિકલમાં પ્રવેશ મેળવ્યાના ૨૪ કલાકમાં છાત્રની આત્મહત્યા
અમદાવાદ, બીજેમેડિકલ કોલેજમાં એમડી(મેડિસિન) કોર્સમાં પ્રવેશ મેળવનાર મેડિકલ વિદ્યાર્થીએ કથિત રીતે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં મેડિકલ સ્ટુડન્ટ દ્વારા આત્મહત્યાનો આ ત્રીજાે કિસ્સો છે.
અગાઉ ૮મી માર્ચે પાલનપુર અને વડનગર મેડિકલ કોલેજમાં બે મેડિકલ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. અમદાવાદ ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરતના રહેવાસી ૨૫ વર્ષીય ડૉ. હાર્દિક રૈયાણીનો મૃતદેહ ગુરુવારે સવારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સઈજ ગામમાં એક તળાવમાંથી મળી આવ્યો હતો.
અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજમાં મેડિસિન કોર્સમાં પ્રવેશ મેળવ્યાના ૨૪ કલાકની અંદર રૈયાણીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. તેને શનિવારે એડમિશન મળ્યું હતું અને ઈમરજન્સી વોર્ડમાં ફરજ પર હાજર થયો હતો. સોમવારે સવારે તે ગુમ થયાની જાણ થઈ હતી.
રૈયાણી ગુમ થયા બાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ધોળકા ગ્રામ્ય પોલીસમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.
બીજે મેડિકલ કોલેજના સૂત્રોએ જણાવ્યું હતું કે રૈયાણીએ ગયા વર્ષે વડોદરા મેડિકલ કોલેજમાં પીજી મેડિસિન કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે થોડો સમય ક્લાસમાં હાજરી આપી પણ પછી જવાનું બંધ કરી દીધું.
રૈયાણીએ આ વર્ષે ફરીથી નીટ (નેશનલ એલિજિબિલિટી-કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આપી અને બીજેમેડિકલ કૉલેજમાં મેડિસિન કોર્સમાં પ્રવેશ મેળવ્યો. એક સાથી વિદ્યાર્થીએ કહ્યું, રૈયાણી એમબીબીએસ કોર્સમાં મારો ક્લાસમેટ હતો. તેમના પિતાનું ૨૦૧૦માં કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેમની માતા ગૃહિણી છે રૈયાણી એક બ્રાઈટ સ્ટુડન્ટ હતો.
વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે રૈયાણી શનિવારે ફરજ પર હાજર થયો હતો ત્યાર બાદ તેણે તેની સાથે તેના કામના અનુભવ વિશે વાત કરી હતી. રૈયાનીના સીનિયરે કહ્યું, ‘જાે કોઈ વિદ્યાર્થીને ડિપ્રેશન અથવા કામ સંબંધિત સમસ્યાઓ હોય તો અમે તેમને કાઉન્સિલ કરીએ છીએ. રૈયાણીએ કોલેજમાં પોતાની સમસ્યાઓ વિશે કોઈને જણાવ્યું ન હતું. તેમના મૃત્યુ વિશે જાણીને અમે બધા આઘાતમાં છીએ.’
ધોળકા ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંગળવારે ગ્રામજનોએ સઈજ ગામમાં તળાવ પાસે રૈયાણીનું સ્કૂટર જાેયું અને પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ સ્કૂટર માલિકને શોધવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કેટલાક ગ્રામજનોએ રૈયાણીની લાશ તળાવમાં તરતી જાેઈ.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહ પાસેથી તેનો મોબાઈલ ફોન પણ નથી મળ્યો. ‘અમને ફક્ત તેનું કૉલેજ ઓળખ કાર્ડ મળ્યું, જેના દ્વારા અમે તેના ક્લાસમેટ્સને જાણ કરી હતી. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SSS