ખેતરથી પરત ફરતી પ્રેમિકાની પ્રેમીએ ચાકૂના ઘા ઝિંકી હત્યા કરી
હત્યારા શૈલેષે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો
વીરપુર, મહીસાગર જિલ્લાના વીરપુરમાં યુવકે પ્રેમિકાને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુરના દુધેલા ગામમાં એક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી.
યુવતી ખેતરમાં કામ કરી જવા માટે ઘરે પરત ફરતી હતી તે વખતે તેના જ ગામમાં રહેતા તેના પ્રેમીએ ચાકુના ઘા ઝીકીને હત્યા કરી નાખી. ઉલ્લેખનીય છે કે, પ્રેમસંબંધમાં મહિલાઓની હત્યાના બનાવ અટકવવાનું નામ લેતું નથી ત્યારે મહીસાગર જિલ્લામાં પણ પ્રેમસંબંધમાં હત્યાનો બનવા બનતા સમગ્ર વિરપુરમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દુઘેલા ગામની ૨૧ વર્ષીય રમીલા તેના પરિવાર સાથે ઘઉંની કાપણી કરવા ખેતરમાં ગઈ હતી. આ દરમિયાન તેના જ ગામનો શૈલેષ નામનો યુવક ખેતરમાં આવી પહોંચ્યો હતો અને રમીલા ખેતરનું કામ પતાવી ઘરે જવા માટે જઈ રહી હતી. ત્યારે પાગલ પ્રેમીએ ચાકુના ઘા મારી રમીલાને મોતને ઘાટ ઉતારી રસ્તા પર જ છોડીને ભાગી ગયો હતો.
ઘટનાસ્થળેથી નાસી છૂટેલા હત્યારા શૈલેષે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ રમીલાની હત્યાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યાને નજરે જાેનારા વ્યક્તિના નિવેદનના આધારે હત્યારા શૈલેષની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જાે કે, બાદમાં જાણ થઈ કે, શૈલેષ આપઘાત કરવાનો પ્રયાસ કરતા પરિવારજનો તેને સારવાર માટે વિરપુર ખાતે હોસ્પિટલ લઈ ગયા હતા.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, વિરપુરના દુધેલાના યુવકને તેના જ ગામની યુવતી સાથે આંખ મળતા પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે છોકરીના પરિવારે તેના લગ્ન લુણાવાડાના સિગ્નલી ગામે કરાવ્યા હતા પરંતુ પ્રેમસંબંધના કારણે તેના છૂટાછેડા થઈ ગયા હતા
અને બાદમાં તે યુવતી તેના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. જાે કે, ગુરુવારે પ્રેમીએ ખેતરથી ઘરે જતી વખતે તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા પરિવારમાં શોકની સાથે સાથે રોષ પણ ફાટી નીકળ્યો છે.