Western Times News

Gujarati News

દેવગઢબારિયામાં તુટેલા રસ્તાઓથી પ્રજા પરેશાન

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)દે.બારીયા, તાલુકાની જનતાએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આર્થિક લાભને ધ્યાનમાં રાખી ચોમાસાની સિઝનમાં જે રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેવા દેવગઢબારિયા નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે રોડ પર ગણતરીના દિવસોમાં જ તકલાદી કામના કારણે પડી ગયેલા

ખાડાઓ છેલ્લા ચાર વર્ષથી નગરજનો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ ધરાવી, વાહનોને નુકશાની વેઠી પરેશાન કરતા આવા તકલાદી રોડથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે અને નગરજનો આ મુશ્કેલીઓ બાબતે લોકોએ જેને ચૂંટીને મોકલ્યા છે તેવા ધારાસભ્ય પણ મૌન સેવીને બેઠા છે અને એક પણ શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી ત્યારે તેમના મૌન સામે પણ અનેક પ્રશ્નો ખડા થાય છે.

દેવગઢબારિયા નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવેનું કામ વર્ષ ૨૦૧૭ માં શરૂ કરવામાં આવ્યું હતું આમ તો રસ્તા બનાવવાનું કામ ચોમાસા પછી શરૂ કરવામાં આવે છે પરંતુ આ સ્ટેટ હાઈવેનું કામ જ ચોમાસાની સિઝનમાં જ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ એ વખતે કોઈક કારણસર સ્ટેટ હાઈવેનું કામ ચોમાસામાં શરૂ કરવામાં આવ્યું હતું

અને તેમાં વાપરવામાં આવેલ સ્ટીલ અને સિમેન્ટ સુધીનું તમામ મટીરીયલ પણ સરકારી નીતિ-નિયમો મુજબ વાપરવાની જગ્યાએ તદ્દન હલકી ગુણવત્તાવાળુ વાપરવા કોન્ટ્રાક્ટરે પોતાની આર્થિક લાભ મેળવી લીધો હતો. પરિણામે આ રોડ ગણતરીના જ સમયમાં જ તુટવા માંડ્યો હતો અને આ મસમોટા ખાડાઓ પડી ગયા હતા.

ત્યારથી આજદિન સુધી એટલે કે છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારના રોડ પર આરસીસી હોવા છતાં ડામરના પેચ પર પેચ મારી ભ્રષ્ટાચારને ઢાંકવાના પ્રયાસો કરાયા હતા. જેને કારણે હાલ પણ આ સ્ટેટ હાઈવેની હાલત દયનીય છે. રોડ પર એક તરફ ખાડા પડી જતાં અકસ્માતનો ભય પણ વધવા પામ્યો છે.

આ રોડ પર આખો દિવસ રેતી ભરેલ ઓવર લોડેડ ગાડીઓ ચાલુ રહે છે. જકાત નાકા થી ભેદરવાજા સુધી ખાડા જ ખાડા છે પરંતુ ભેંદરવાજાની બંને સાઈડ પડેલ ખાડા થી ત્યાં ગાડીઓની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો દેખાય આવે છે.

આ સ્થળે ટ્રાફિકની સમસ્યા હોવા છતાં ટ્રાફિક પોઇન્ટ મુકવાની પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રેતીની ઓવરલોડ ના હપ્તા ઉઘરાવવામાં પોલીસ તંત્ર વ્યસ્ત રહેતું હોવાનું પણ નગરમાં દ્વારા આક્ષેપ કરવામાં આવી રહી છે.

સરકારી નીતિ-નિયમો નેવે મૂકીને બનાવેલા સ્ટેટ હાઈવે રોડનો નિતી નિયમ મુજબ સમારકામ ક્યારે કરવામાં આવશે તે નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકાર્પણ, ઉદ્‌ઘાટન જેવા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા આ વિસ્તારના ધારાસભ્ય પાસે નગરની આ વ્યથા સાંભળવાનો સમય પણ નથી તેવું પ્રતિત થઈ રહ્યું છે. આ મામલે ધારાસભ્યની સાથે સાથે તંત્ર પણ નિદ્રહિન હોય તેમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.