સુજલામ સુફલામ્ કેનાલ નીચે ડીપમાં મગર દેખાતા સ્થાનિક લોકોમાં ભય
કેનાલમાં લીકેજ હોવાથી પાણી ભરાઈ જતાં મગર રોડ પર ચઢી આવે છે |
મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ગંધારી ગામની સુજલામ સુફલામ્ કેનાલમા બનાવેલ ડિપમા છેલ્લા દસ પંદર દિવસથી રોજ મગર દેખા દેતી હોવાનું બહાર આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગંધારી સુજલામ સુફલામ્ કેનાલમાં બનાવેલ ડીપ છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત તેમજ લીકેજ હોવાથી પાણી ભરાઈ રહે છે.
જેના કારણે મગર ઠંડકના કારણે ઉપરના ભાગે આવી જાય છે જેના કારણે અવર જવર કરી રહેલ પ્રજા જીવના જોખમે મુસાફરી કરી રહી છે
કેનાલની નીચેનો બનાવેલ રસ્તો કેટલાય સમયથી જર્જરિત થઈ ગયો છે તેમજ બનાવેલ રસ્તાની બંને બાજુએ પાણી બહાર નીકળવા માટે ગટર લાઇન બનાવવામાં આવી છે જેમાં કેનાલનું લીકેજ પાણી ભરાઈ રહે છે જેના કારણે મગર ઠંડકનો અનુભવ કરવા માટે રોડ પર આવી જાય છે
જેના કારણે અવર જવર કરી રહેલ પ્રજા માટે જોખમી જગ્યા બની ગઈ છે કેનાલનુ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે જેનાથી કેનાલની બાજુમાં તળાવ જેવી પરીસ્થિતી સર્જાઈ છે જેના કારણે રહેણાંક વિસ્તારમાં ઝેરી જનાવર આવી જતાં હોય છે જેના કારણે સ્થાનિક પ્રજામાં ભયનો માહોલ સર્જાયો છે આ બાબતને લઈને સિંચાઈ વિભાગને સ્થાનિક રહીશો દ્વારા અનેક વાર રજુઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.