હાયર ઇન્ડિયાએ નવા OLED પ્રો ટીવી ભારતમાં લોંચ કરીને હોમ એન્ટરટેઇનમેન્ટ સેગમેન્ટને મજબૂત કર્યું
હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વૈશ્વિક લીડર તથા મેજર એપ્લાયન્સિસમાં 13 વર્ષથી વિશ્વની પ્રથમ ક્રમની બ્રાન્ડ હાયરે ગ્રાહકોને બેજોડ વ્યૂઇંગ અનુભવ પ્રદાન કરવા માટે ઉત્કૃષ્ટ મેટલ-બેઝલ-લેસ ડિઝાઇન અને અદ્ભુત પિક્ચર ક્વોલિટી સાથે ખરા અર્થમાં મનોરંજનનો અનુભવ ઓફર કરવા માટે ભારતમાં તેનું નવું અલ્ટ્રા-સ્લીમ 4.9 એમએમ ઓએલઇડી ટીવી લોંચ કર્યું છે. વધુમાં હાયરનું નવું એન્ડ્રોઇડ-પાવર્ડ ઓએલઇડી ટીવી ઉન્નત હેન્ડ્સ-ફ્રી કંટ્રોલ માટે ફેર-ફિલ્ડ વોઇસ આસિસ્ટન્સથી સજ્જ છે.
આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સતિશ એનએસે કહ્યું હતું કે, હાયર ઇન્ડિયા ખાતે અમે બેસ્ટ-ઇન-ક્લાસ ઇનોવેશન દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ, જે ભારતીય ગ્રાહકોની ઉભરતી લાઇફસ્ટાઇલ સાથે સુસંગત હોય.
આ લોંચ તેનું વધુ એક ઉદાહરણ છે અને ઇન્સપાયરિંગ લિવિંગની હાયર બ્રાન્ડની વિચારધારાની કટીબદ્ધતાનો પુરાવો છે. નવું હાયર ઓએલઇડી ટીવી અદ્યતન ફીચર્સ અને સ્ટાઇલિશ બેઝલ-લેસ ડિઝાઇન દ્વારા યુઝર એક્સપિરિયન્સમાં વધારો કરવા ડિઝાઇન કરાયું છે. અમે શ્રેષ્ઠતા માટે સતત કાર્યરત રહીશું તથા અમારી પ્રોડક્ટ રેન્જમાં યુઝર પ્રેરિત ઇનોવેશન કરતાં રહીશું, જેથી ભારતીય માર્કેટની જરૂરિયાતોને સારી રીતે પૂર્ણ કરી શકાય.
વધુમાં નવું ઓએલઇડી ટીવીની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ યુઝર્સને ગુગલ પ્લે સ્ટોરની લોકપ્રિય એન્ટરટેઇનમેન્ટ એપ્સની વિશાળ લાઇબ્રેરી દ્વારા પસંદગીના મૂવીઝ, શો, સ્પોર્ટ્સ, ન્યુઝ, ગેમ્સ વગેરેની એક્સેસ આપે છે.