Western Times News

Gujarati News

વિશ્વની સૌથી લાંબી કાર પર ઉતરી શકે છે હેલિકોપ્ટર

નવી દિલ્હી, તમે આજદિન સુધી ઘણી બધી કાર જાેઈ હશે તે અનોખી છે અને દુનિયામાં તેના પ્રકારની કાર ખુબ જ ઓછી છે. આજે અમે તમને દુનિયાની સૌથી લાંબી કાર વિશે જણાવી રહ્યા છીએ, જેનું નામ ‘ગિનિસ બુક ઑફ વર્લ્‌ડ રેકોર્ડ’માં નોંધાયેલું છે.

આ કાર એટલી લાંબી છે કે જ્યારે તેને ઓવરટેક કરવાની વાત આવે તો તમે હાર માની લેશો. આ સુપર લિમોઝીનનું નામ ‘ધ અમેરિકન ડ્રીમ’ છે, જેની કુલ લંબાઈ ૩૦.૫૪ મીટર અથવા ૧૦૦ ફૂટથી વધુની લંબાઈ છે. આ લંબાઈ સાથે કારે ૧૯૮૬માં બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે અને તેની લંબાઈમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે.

નઆ કારને ૧૯૮૬માં કેલિફોર્નિયાના બરબેંકમાં કસ્ટમાઈઝર જે ઓહબર્ગ દ્વારા બનાવવામાં આવી હતી. ગિનીશ વર્લ્‌ડ રેકોર્ડસનું માનીએ તો તેની લંબાઈ ૬૦ ફૂટ છે, અને આ કાર ૨૬ પૈડા પર ચાલે છે અને કારમાં આગલી સાઈડ બે અને લાસ્ટમાં બે ફ૮ એન્જિન આપવામાં આવ્યા છે જે ખુબ પાવરફૂલ છે. કારમાં અમુક ફેરફારો સાથે ૩૦.૫ મીટરની થઈ ગઈ છે જે પહેલા કરતા વધુ છે.

હાલમાં આ કારને રીસ્ટોર કરવામાં આવી છે અને આ જાણકારી ગિનીશ વર્લ્‌ડ રેકોર્ડની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ પર આપવામાં આવી છે. આ ડિઝાઈનરે આ કારને ઈબેથી ખરીદી અને ૨.૫ લાખ ડોલર એટલે કે લગભગ ૨ કરોડ રૂપિયા તેને તૈયાર કરવામાં લાગ્યા છે, એટલું જ નહીં આ કારને તૈયાર કરવામાં ૩ વર્ષનો સમય લાગ્યો છે.

ધ અમેરિકન ડ્રીમ ૧૯૭૬ કેડિલેક એલ્ડોરાડો લિમોજિન પર આધારિત છે. આ કારને બન્ને તરફથી ચલાવી શકાય છે. આ કારને બે ભાગોમાં તૈયાર કરવામાં આવી છે અને વચ્ચે મજબૂતાઈ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. સુપર સુપર લગ્ઝરીયર્સ આ કારની અંદર વોટર બેડ, સ્વિમિંગ પુલની સાથે ડ્રાઈવિંગ બોર્ડ, ઝકૂબી, બાથટબ, મિની ગોલ્ફ કોર્સ અને હેલીપેડ પણ છે.

આ કારમાં ૭૫ લોકોની બેઠકની વ્યવસ્થા છે અને કારના કેબિનમાં રેફ્રીજરેટર, ટેલીફોન, ટેલીવિઝનની સુવિધા છે. ઘણી બધી હિટ ફિલ્મોમાં આ કાર જાેવા મળી છે. જાેકે તેમાં હાઈ મેન્ટેનેંસ અને પાર્કિંગની સમસ્યાના કારણે આ કારના માલિકી માટે લોકોની રુચિ સમાપ્ત થઈ ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.