શમિતા અને રાકેશ બાપટે એકબીજા સાથે વાત બંધ કરી
મુંબઇ, ગુરુવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સ બાદ શમિતા શેટ્ટીએ ભલે રાકેશ બાપટ સાથેનો પ્રેમ અને રોમાન્સ ખતમ થઈ ગયો હોવાની વાતને નકારી કાઢી હોય, તેથી સત્ય એ છે કે, ‘હમણા પૂરતું’, બિગ બોસ ઓટીટીના આ લવબર્ડ્સ વચ્ચે બધું બરાબર નથી. ‘પ્રેમ તો થયો હતો પરંતુ અડચણો આવી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ઝઘડા પણ થયા છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજીવ અડાતિયાએ લંડન જતા પહેલા ગુરુવારે બધા મિત્રો માટે એક રેસ્ટોરન્ટમાં ડિનર પાર્ટી યોજી હતી. તેમા રશ્મિ દેસાઈ, નેહા ભસીન તેમજ ઉમર રિયાઝ સહિતના ઘણા મિત્રો આવ્યા હતા. પરંતુ શમિતા શેટ્ટી ક્યાંય જાેવા મળી નહોતી અને તે વાત ધ્યાનમાં રહે કે શમિતા શેટ્ટી એ રાજીવ અડાતિયાની રાખી બહેન છે. રાજીવ અડાતિયા સવારથી જ જાણતો હતો કે, શમિતા શેટ્ટી ડિનર પાર્ટીમાં આવવાની નથી.
તે તેમ પણ જાણતો હતો કે રાકેશ બાપટ આવવાનો નથી. રાકેશ હાલ પુણેમાં છે અને તેના માતા-પિતા સાથે રહે છે. તો કારણ શું છે? તો થયું એમ કે શમિતા શેટ્ટી ઈચ્છતી હતી કે રાકેશ બાપટ મુંબઈમાં શિફ્ટ થાય. પત્ની રિદ્ધિ ડોગરાથી અલગ થયા બાદ રાકેશ બાપટે પોતાનું નિવાસસ્થાન બદલીને પુણે કર્યું હતું.
હવે, તે મુંબઈમાં શિફ્ટ થવા માગતો નથી. શમિતા શેટ્ટીને લાગે છે કે, રિલેશનશિપમાં હોવાનો આ યોગ્ય માર્ગ નથી. આ ઝઘડા સાથે બંને પક્ષે ભારે અડચણ ઉભી થઈ હતી અને શમિતા શેટ્ટી તેમજ રાકેશ બાપટે તે કામ નથી કરી રહ્યું તેવું નક્કી કર્યું હતું. તેથી, હાલ પૂરતા તો તેઓ સંપર્કમાં નથી. પરંતુ કોણ જાણે! જાે પ્રેમ ફરીથી જીતી જાય અને તમને ફરીથી આ લવબર્ડ્સ પાપારાઝી સામે સાથે પોઝ આપતા જાેવા મળે.SSS