ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ જી-૨૩ જૂથ ફરી સક્રિય થયું
નવીદિલ્હી, પાંચ રાજ્યોમાં કોંગ્રેસને ફરી એકવાર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં લોકોએ પાર્ટીને નકારી કાઢી છે. અહેવાલ છે કે કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીની અસંતુષ્ટ છાવણી એટલે કે જી-૨૩ જૂથ ફરી સક્રિય થઈ ગયું છે.
જૂથના નેતાઓ શુક્રવારે સાંજે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના ઘરે મળ્યા હતા. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ અને મનીષ તિવારીએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં તેમણે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની ઈમરજન્સી બેઠક બોલાવીને તેમને વહેલી તકે કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગણી કરી છે.
૧૦મી માર્ચ કોંગ્રેસ માટે દુઃસ્વપ્ન સાબિત થઈ. દેશના સૌથી મોટા રાજ્યમાં કોંગ્રેસે પુરી તાકાત લગાવી દીધી હતી, જ્યાં કોંગ્રેસના ખાતામાં માત્ર બે સીટો આવી. એટલું જ નહીં, પાર્ટીનો વોટ શેર પણ બે ટકાથી ઓછો હતો. કોંગ્રેસ પાર્ટીએ પંજાબમાં પણ પોતાની સત્તા ગુમાવી છે.
કોંગ્રેસને અહીં ૧૮ બેઠકો મળી છે. ૨૦૧૭માં કોંગ્રેસ અહીં ૭૭ સીટો જીતીને સત્તામાં આવી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સપના પર ઝાડુ ફેરવી દીધું છે. એટલું જ નહીં, પાર્ટીએ ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિતના રાજ્યોમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું જ્યાં તેની પુનરાગમનની અપેક્ષા હતી.
દેશના રાજ્યોમાં એક પછી એક પતન બાદ ફરી એકવાર કોંગ્રેસની અસંતુષ્ટ છાવણી સક્રિય થઈ છે. તેમણે ગુલામ નબી આઝાદના ઘરે બેઠક યોજી છે. બેઠકમાં તેમણે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની ઈમરજન્સી બેઠક બોલાવીને તેમને વહેલી તકે કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગણી કરી છે. આમાં મનીષ તિવારી અને કપિલ સિબ્બલ પણ સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને માંગ કરી હતી કે પાર્ટીએ કાયમી અધ્યક્ષની પસંદગી કરવી જાેઈએ.HS