Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર સરકારે સીએનજી પરના ટેક્સમાં ઘટાડો કર્યો

મુંબઇ, મહારાષ્ટ્રમાં મુંબઇ સહિત વિવિધ મહાનગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડી સરકારે વિધાનસભામાં રજૂ કરેલા વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમા રાજ્યના નાગરિકોને કેટલાક કરવેરામા રાહત આપવાની જાહેરાત કરી છે.જેમાં વાહનોમાં વપરાતા સી.એન.જી અને પીએનજી પરના વેરામાં ઘટાડો કર્યો છે.

આ ઉપરાંત સ્ટેમ્પ એકટ હેઠળ વસૂલાતા વેરા પરનો દંડ સંદર્ભ અભય યોજના જાહેર કરી છે.આ રાહત આપવાથી નૈસર્ગિક વાયુના ઘરમાં પાઇપલાઇનથી આવતા ગેસ સી.એન.જી પર દોડતી કાર,ઓટોરિક્ષા,ટેક્સી અને ખાનગી વાહન ધારકોને રાહત મળશે.

આ સિવાય રાજ્યના વેપારીઓને પણ રાહત આપવા ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં આવ્યા પૂર્વે રાજ્ય સરકારના વેચાણવેરા વિભાગ દ્વારા વસુલમાં આવતા વિવિધ કરવેરા પર અપાતા કન્સેસન સંદર્ભે સરકારે અભય યોજના જાહેર કરી છે.જેમાં વાર્ષિક રૂ.૧૦,૦૦૦ અથવા તેનાથી ઓછી ચૂકવણી બાકી હોય તેને સંપૂર્ણ માફી અપાઇ છે.આ અભય યોજના ૧ એપ્રિલ ૨૦૨૨ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.