ઇરાકમાં અમેરિકી એમ્બેસી પર સૌથી મોટો હુમલો-બેલિસ્ટિક મિસાઈલોથી ધણધણ્યું કેમ્પસ

(એજન્સી)નવી દિલ્હી, હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે. ત્રીજા વિશ્વપુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે ઈરાકના ઈકબિલમાં સ્થિત અમેરિકી એમ્બેસી પર ૧૨ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. Various rockets launched at us embassy in Iraq.
આ વાતની જાણકારી અમેરિકાના સુરક્ષા અધિકારીઓએ આપી છે. અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે ઈરબિલ શહેર પર છોડવામાં આવેલી મિસાઈલ પાડોશી દેશ ઈરાનમાંથી છોડવામાં આવી હતી. ઈરાક અને અમેરિકા બન્ને તરફથી આ મિસાઈલ હુમલાને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. એક અન્ય અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી અને ના તો કોઈ જાનહાનિ થઈ.
ઈરાકના અધિકારીઓએ જણાવ્યું છે કે ઘણી મિસાઈલોએ અમેરિકન એમ્બેસીને નિશાન બનાવી છે. એમ્બેસીની બિલ્ડિંગ નવી બનાવવામાં આવી છે અને હાલમાં જ ત્યાં એક સ્ટાફ શિફ્ટ કરવામાં આવ્યો છે. અમેરિકી અધિકારીએ પોતાની ઓળખ છતી ન કરવાની શરતે જણાવ્યું છે કે અત્યાર સુધી જાણી શકાયું નથી કે કુલ કેટલી મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે
અને તેમાંથી કેટલી લેન્ડ થઈને અહીં પડી છે. આ ઘટના અડધી રાત્રે બની છે અને તેમાં ભારે નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સોસિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે મિસાઈલ પડવાના કારણે અનેક વિસ્ફોટ થયા છે
અને અમેરિકી એમ્બેસીના પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી. વીડિયોમાં વિસ્ફોટના અવાજાે સાંભળી શકાય છે અને આગ લાગેલી પણ દેખાઈ રહી છે. એક ઈરાકી અધિકારીએ આ ઘટના વિશે જણાવ્યું છે કે બેલિસ્ટિક મિસાઈલ ઈરાનમાંથી છોડવામાં આવી હતી. જાેકે અધિકારીએ આ મામલે વધુ જાણકારી આપી નહોતી.
અમેરિકી અધિકારીઓએ પણ પુષ્ટિ કરી નથી કે મિસાઈલનો પ્રકાર કયો હતો. અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે ઈરાકની સરકાર અને કુર્દિશની સ્થાનિક સરકાર આ મામલે વધુ તપાસ કરી રહી છે.
અમેરિકાએ આ ઘટનાને વખોડતા તેણે ઈરાકની સંપ્રભુતા વિરુદ્ધ અપમાનજનક હુમલો અને હિંસાનું પ્રદર્શન ગણાવ્યું છે. આ હુમલા સીરિયાના દમિશ્કની પાસે એક ઈઝરાયલી હુમલના ઘણા દિવસો પછી થયા છે, જેમાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના બે સભ્યો મોતને ભેટ્યા હતા.
ઈરાનના વિદેશ મંત્રાલયે બુધવારે થયેલા હુમલાની કડક નિંદા કરી હતી અને બદલો લેવાની સોંગદ ખાધા હતા. જ્યારે રવિવારે ઈરાનની સરકારી આઈઆરએનએ સમાચાર એજન્સીએ ઈરાકી મીડિયાનો હવાલો આપીને ઈરબિલમાં હુમલા વિશે જાણકારી આપી, પરંતુ તે જણાવ્યું નથી કે હુમલો ક્યાંથી થયો હતો.