ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત કરવા તૈયાર

(એજન્સી)કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે આજનો યુદ્ધનો ૧૮મો દિવસ છે. છતાં બન્ને દેશો ટસથી મસ થવા તૈયાર નથી. પરંતુ આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જેરુસલેમમાં રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
જેલેન્સકીએ જણાવ્યું છે કે, તેમણે ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટને મધ્યસ્થીના રૂપમાં કાર્ય કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત ૬ માર્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે મોસ્કોની અચાનક મુલાકાત કરી રશિયા અને યુક્રેનની વચ્ચે સુલેહ કરાવવાની કોશિશ કરી હતી.