ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્યઃ અમિત શાહ

સહકારી ક્ષેત્રેની ભાગીદારી વધે તો લોકોને ફાયદો થશે સૂમૂલે કુપોષણને ખત્મ કરવાની લડાઈ શરુ કરી: શાહ
(એજન્સી) તાપી, જિલ્લાના બાજીપુરા ખાતે સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના પ્રથમ સહકારી મંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ.
આ સાથે નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, ‘અમારું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. સહકારી ક્ષેત્રેની ભાગીદારી વધે તો લાખો કરોડો લોકોને ફાયદો થશે. સૂમૂલે કુપોષણને ખત્મ કરવાની લડાઈ શરુ કરી છે.’
સહકારથી સમૃદ્ધી કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, ” હું જ્યારે અહીં આવી રહ્યો હતો ત્યારે મે જાેયુ કે, મારી બહેનો, ભાઇઓ, વડીલો, ધગતા તાપમાં અહીં આવી રહ્યા હતા. પશુપાલકોના ઉત્સાહને હું નમન કરું છું, ખેડૂતો ભાઈ-બહેનોના પરિશ્રમ માટે રોજ ૭ કરોડ રૂપિયા અઢી લાખ સભાસદના બેંક ખાતામાં સીધા પહોંચે છે.
આદિવાસી બહેનોના ખાતામાં જે રૂપિયા જમા થાય છે, તે ચમત્કાર સહકારી આંદોલન અને સંઘબળનો છે.” અમિત શાહે ખેડૂતોની આવક અંગે જણાવ્યુ કે, અમારું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. સહકારી ક્ષેત્રેની ભાગીદારી વધે તો લાખો કરોડો લોકોને ફાયદો થશે. સૂમૂલે કુપોષણને ખત્મ કરવાની લડાઈ શરુ કરી છે. સૂમૂલે ૨૦૦ લીટરથી ૨૦ લાખ લીટરની યાત્રા કરી છે.
અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, દેશ ૨૫ વર્ષ પછી ક્યાં હશે તે સંકલ્પ કરવાનો નક્કી કર્યો છે. દેશના દરેક નાગરિકેને સમૃદ્ધ બનાવવાની, સ્ટાર્ટઅપના માધ્યમથી યુવકોને આગળ આવવાની તક આપી છે. તેમ સહકારી કાર્યકર્તાઓ માટે સહકારી સંગઠનને મજબૂત કરવાનુ આપણે નક્કી કર્યું છે.
હુ ગર્વથી કહું છું કે હું સુવર્ણ કામ માટે આવ્યો છું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સહકારી મંડળીના સભાસદો, જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.