કલ્યાણી શાળાની ટીમ અંડર-૧૭ વોલીબોલ રનર્સ અપ

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ક્રીડા મંડળ સુવર્ણ જયંતિ રમોત્સવ-૨૦૨૨ વી.આઇ.એ જી.આઇ.ડી.સી ગ્રાઉન્ડ, વાપી ખાતે યોજાયો હતો. જેમાં શાળામાં અંડર-૧૭ વોલીબોલ ભાઇઓ/ બહેનો તથા અંડર-૧૯ વોલીબોલ ભાઇઓ/બહેનોએ ભાગ લીધો હતો.
જેમાં ધો-૧૦માં ભણતી વિદ્યાર્થીનીઓની અંડર-૧૭ વોલીબોલની ટીમે બોર્ડની પરીક્ષાનાં માહોલ વચ્ચે પણ સ્પર્ધામાં ભાગ લઇ રનર્સ અપ બની શાળાનું નામ રોશન કરેલ છે. આવી સફળતા મેળવવા બદલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓ તથા શાળાનાં વ્યાયામ શિક્ષક શ્રી મનોજ ઠાકોરને સંચાલક મંડળ, આચાર્યશ્રી સુનીલ પટેલ તથા કલ્યાણી શાળા પરિવારે અભિનંદન પાઠવે છે.