ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં કિર્તી કુલ્હારી ચમકશે
મુંબઇ,ફિલ્મ મંગલ મિશનમાં સફળ રીતે કામ કર્યા બાદ ચર્ચામાં રહેલી ખુબસુરત કીર્તી કુલ્હારી હવે નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તેની હવે ધ ગર્લ ઓન ધ ટ્રેન માટે પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે પરિણિતી ચોપડા કામ કરી રહી છે. તે હવે આ ફિલ્મમાં પણ ચાવીરૂપ રોલમાં નજરે પડનાર છે. રિભુ દાસગુપ્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં આવેલી બ્રિટીશ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રીમેક ફિલ્મ છે. ફિલ્મમાં પરિણિતી ચોપડા, કુલ્હારીની મુખ્ય ભૂમિકા છે.
ફિલ્મમાં તે પોલીસ અધિકારીના રોલમાં નજરે પડનાર છે. તે આલિયા કૌર નામની પોલીસ અધિકારીના રોલમાં રહેશે. તેનુ કહેવુ છે કે બાર્ડ ઓફ બ્લડમાં કામ કર્યા બાદ રિભુ દાસગુપ્તાએ તેને આ ફિલ્મની ઓફર કરી છે. ભૂમિકા અંગે વાત કરતા કુલ્હારીએ કહ્યુ છે કે હજુ સુધી તેના દ્વારા અદા કરવામાં આવતી આ સૌથી મોટી ભૂમિકા છે.
તેનુ કહેવુ છે કે તે આ પ્રકારની ભૂમિકાને લઇને રોમાંચિત છે. તે હમેંશા આવા પ્રકારના રોલ કરવા માટે ઇચ્છુક હતી. અક્ષય કુમાર અભિનિત ફિલ્મ મંગલ મિશનમાં તે પ્રશંસાજનક ભૂમિકા અદા કરી ગઇ હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન અને તાપ્સી પન્નુની પણ ભૂમિકા હતી. કુલ્હારીને બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. જો કે તેની પાસે કોઇ મોટી ફિલ્મની ઓફર આવી રહી નથી. મિશન મંગલ અને ધ દર્લ ઓન ધ ટ્રેનમાં કામ કર્યા બાદ તેની પાસે વધારે ફિલ્મો આવે તેમ માનવામાં આવે છે. બ્રિટીશ ફિલ્મની હિન્દી રીમેક બનાવવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ટુંકમાં આ ફિલ્મ રજૂ કરવાની યોજના છે.