2 મિનિટમાં બનતી મેગી હવે 2 રુપિયા મોંઘી થઈ: રુ.12નું પેકેટ રૂ.14નું થયું

નવી દિલ્હી, મોંઘવારી તમારી મેગીને પણ મોંઘી બનાવી શકે છે. તેને બનાવનારી કંપની નેસ્લે ઈન્ડિયાએ નાના પેકેટની કિંમત વધારીને 14 રુપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી અને દૂઘની કિંમતો 14 માર્ચથી વધારી દીધી છે. હિન્દુસ્તાન યૂનીલિવરે કહ્યું કે કંપની ખર્ચ વધવાને કારણે આ વસ્તુઓની કિંમતો વધારવામાં આવી છે.
નેસ્લે ઈન્ડિયાએ જાહેર કર્યું કે તેમણે મેગીની કિંમતો 9થી 16% સુધી વધારી છે. નેસ્લે ઈન્ડિયાએ મિલ્ક અને કોફી પાઉડરની કિંમતો વધારી દીધી છે. કિંમતો વધાર્યા બાદ હવે 70 ગ્રામ મેગીના એક પેકેટ માટે 12 રુપિયાની જગ્યાએ 14 રુપિયા ચૂકવવા પડશે. જ્યારે મેગીના 560 ગ્રામવાળા પેક માટે 96 રુપિયાની જગ્યાએ 105 રુપિયા ચૂકવવા પડશે. આ હિસાબથી તેની કિંમત 9.4% વધી છે.
નેસ્લેએ A+ દૂધના એક લિટરના ભાવમાં વધારો કર્યો છે. પહેલા આ માટે 75 રૂપિયાના બદલે હવે 78 રૂપિયા ચૂકવવા પડશે. નેસકાફે ક્લાસિક કોફી પાઉડરના ભાવમાં 3-7%નો વધારો થયો છે. તે જ સમયે, 25 ગ્રામનું નેસકેફેનું પેક હવે 2.5% મોંઘું થઈ ગયું છે. આ માટે 78 રૂપિયાના બદલે હવે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે નેસકેફે ક્લાસિકના 50 ગ્રામના 145 રૂપિયાના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.