હવે રશિયા પાસે ૧૦થી ૧૪ દિવસ ચાલે એટલો જ દારૂગોળો બચ્યો
મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ દાવો કર્યો છે કે, રશિયા પાસે માંડ ૧૦ થી૧૪ દિવસ સુધી ચાલે તેટલો દારુગોળો બચ્યો છે.
સૂત્રોનુ કહેવુ છે કે, એક તરફ દારુગોળો ખતમ થઈ રહ્યો છે તો બીજી તરફ રશિયન આર્મીને આગેકૂચ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.જેટલો વિસ્તાર તેમના કબ્જામાં આવ્યો છે તેના પર પણ પ્રભુત્વ જાળવી રાખવાનુ રશિયા માટે કપરુ સાબિત થઈ રહ્યુ છે.
બ્રિટિશ મીડિયાએ આ સૂત્રોના ટાંકીને કહ્યુ હતુ કે, જંગના ૨૦મા દિવસે પણ યુક્રેનના કીવ સહિતના શહેરોમાં રશિયાની સેનાને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી છે.પુતિનના સલાહકારો પણ આ વાત સ્વીકારી રહ્યા છે.રશિયાના હથિયારો ખતમ થઈ રહ્યા છે અને સૈનિકોની જે ઉર્જા છે તે પણ ખતમ થઈ રહી છે. અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, રશિયાનો જમીની હુમલો લગભગ રોકાઈ ગયો છે.
બીજી તરફ રશિયન સેનાનો દાવો છે કે, સૈન્ય કાર્યવાહી અમારી યોજના પ્રમાણે જ આઘળ વધી રહી છે.યુક્રેનના મોટા શહેરો પર અમારો કબ્જાે યથાવત રહેશે.SSS