પાકે. ચીની બનાવટની એસએચ-૧૫ તોપ સેનામાં સામેલ કરી દીધી
ઈસ્લામાબાદ, ભારતીય સેનામાં તાજેતરમાં સામેલ થયેલી વજ્ર કે-૯ તોપના કારણે ગભરાયેલા પાકિસ્તાને હવે ચીનમાં બનેલી ૧૫૫ એમએમની એસએચ-૧૫ તોપને પોતાની સેનામાં સામેલ કરી છે. પાકિસ્તાને આવી ૫૨ તોપોનો ઓર્ડર ચીનને આપ્યો છે.
આ તોપ ૫૩ કિમી દુર સુધી માર કરી શકે છે અને જાે પાકિસ્તાન નાના કદના અણુ બોમ્બ બનાવવામાં સફળ થાય તો આ તોપ થકી તે અણુબોમ્બ પણ લોન્ચ કરી શકશે.કેટલાક જાણકારો તેની રેન્જ ૭૨ કિમી દુર સુધી પ્રહાર કરવાની હોવાનુ પણ કહે છે.તેને પાંચ લોકોની ટીમ ઓપરેટ કરે છે.તોપનુ કુલ વજન ૨૨ ટન છે. પાક મીડિયાના કહેવા પ્રમાણે તોપને આસાનીથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
જાેકે આ તોપ એટલા માટે ભારત માટે ખતરો બની શકે છે કે, તેનાથી નાના કદનો અણુ બોમ્બ લોન્ચ કરી શકાય છે.પાકિસ્તાન નાના કદના અણુ બોમ્બ બનાવવા માટે લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યુ છે. આ પહેલા પાકના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફે દાવો કહ્યુ હતુ કે, પાકિસ્તાન પાસે ૨૦૧૧થી નાના કદના અણુબોમ્બ છે.પાકિસ્તાન જાે ચીનની આ તોપનો ઉપયોગ અણુ બોમ્બ લોન્ચ કરવામાં કરે તો યુધ્ધનો નકશો બદલાઈ શકે છે.SSS