Movie Review-ધ સ્કાય ઇઝ પિંક
પ્રિયંકા ચોપડાની (Bollywood actress Priyanka Chopra) ધ સ્કાય ઈસ પિંક શુક્રવારે 11 ઓક્ટોબર, 2019ના રોજ (The sky is Pink relesed on friday 11-10-2019) રીલીઝ થઈ. “યે શાયદ આપ કી આખરી દોડ હોગી. દોડુંગા ભી વેસે હી.” ભાગ મિલ્ખા ભાગ નો આ ડાયલોગ કદાચ ઝાયરા વસિમને બરાબર યાદ રહી ગયો લાગે છે. ફિલ્મોને તિલાંજલિ આપવાના નિર્ણયની જાહેરાત બાદ ઝાયરા વસીમની (Last film of Zyra Wasim) આ છેલ્લી ફિલ્મ છે. અને લીડ કેરેકટર આયશાના કિરદારને પણ એ જ રીતે જસ્ટિફાય કર્યો છે.
જેટલી બ્યુટીફુલ એ દેખાય છે એટલી જ બ્યુટીફુલ એની એક્ટિંગ છે. એક અતિ ગંભીર પ્રકારની બીમારીથી પીડિત બાળકીને દિવસ રાત જોયા વિના મહેનત કરીને માતા પિતા બચાવે અને હજુ એક બીમારીથી મુક્ત થવાની ખુશી મનાવે છે ત્યાં જ કીમોથેરાપીની સાઈડ ઇફેક્ટ ને પરિણામે છોકરીનું આયુષ્ય ફરી ટૂંકાઇ જાય છે. અને એ બાળકીને શોર્ટ ટાઈમમાં તમામ ખુશીઓ આપી દેવાની વાર્તા એટલે ધ સ્કાય ઇઝ પિંક.
ફિલ્મના મુખ્ય ચાર કિરદારોની એક્ટિંગ સરસ. વાર્તા સરસ. પણ એકાદ બે ને બાદ કરતા ગીતો. જવા દો. હા, છેલ્લે ‘નંબરીયા‘ આવે એ વખતે આવતું છેલ્લું સોંગ ઓસમ. એ સોંગ આઇશા ચોધરીના ભાઈ ઈશાન ચોધરીએ (Ayesh Chaudhry’s brother Ishan Chaudhry) પોતે બનાવેલું છે. વાર્તા ક્યાંક વધારે ખેંચી હોય એમ લાગે છે. પણ વચ્ચે વચ્ચે આવતા નાનકડા જોક હસાવી દે છે.ફિલ્મનું સૌથી મઝા પડે તેવું પાસુ હોય તો એ છે તેનું નેરેશન. આયશા પોતે આખી ફિલ્મની વાર્તા કહેતી જાય છે પણ કુલ મૂડમાં. ગંભીર બીમારી હોવા છતાં પોતે એટલી ગંભીર નથી.
એક સીનમાં આયેશા મોટીવેશનલ સ્પીકર તરીકે જાય છે. એ સીનને નેરેટ કરતી વખતે આયેશા જે ડાયલોગ કહે છે એના પરથી એવું લાગે છે કે ક્યારેક સંતાનોને બધી સુવિધા આપવામાં પેરન્ટ એમને પરેશાન કરી મૂકે છે. જો કે દીકરી પાસે ઓછો સમય છે એ જાણીને માતા એ ભરપૂર જીવન જીવે એવો પ્રયત્ન કરે છે.પ્રિયંકા ચોપરા સાથે વાત કરતા એણે કહ્યું હતું કે આપણા બધાના સ્કાયનો રંગ અલગ હોય શકે. ટુંકમાં જીવન કઈ રીતે જીવવાનું છે એ તમારે નક્કી કરવાનું છે. કેમ કે “જિંદગી લંબી નહિ બડી હોની ચાહિએ બાબુ મોશાય.” – સારથી એમ. સાગર