રશિયન સેનાએ મેરીયુપોલના ૪૦૦ લોકોને બંધક બનાવ્યા

નવી દિલ્હી, બુધવારે યુક્રેન પર રશિયાના હુમલાનો ૨૧મો દિવસ છે. રશિયા યુક્રેનિયન શહેરોમાં નાગરિક વિસ્તારો પર સતત બોમ્બમારો કરી રહ્યુ છે. નવીનતમ માહિતી અનુસાર, રશિયાએ મેરીયુપોલની સૌથી મોટી હોસ્પિટલ પર કબજાે કરી લીધો છે. અહીંના ડેપ્યુટી મેયરે કહ્યું કે રશિયન સૈનિકોએ ડોક્ટર અને દર્દીઓ સહિત ૪૦૦ લોકોને બંધક બનાવ્યા છે. તેમને બહાર જવા દેવામાં આવી રહ્યા નથી.
દરમિયાન, ખેરસનમાં ફસાયેલા ૩ ભારતીયોને સિમ્ફેરોપોલ અને મોસ્કો મારફતે બહાર કાઢવામાં આવ્યા છે. યુક્રેન પર હુમલાના કારણે ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. જેના જવાબમાં વ્લાદિમીર પુતિને પણ કાર્યવાહી કરી છે.
પુતિને જાે બાયડેન, હિલેરી ક્લિન્ટન સહિત ઘણા અમેરિકન નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તો બીજી બાજુ ચેક રિપબ્લિક, પોલેન્ડ અને સ્લોવેનિયાના વડા પ્રધાનોએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને સહકારની ખાતરી આપી.
રશિયાએ યુક્રેનની રાજધાની કિવમાં રહેણાંક વિસ્તારો પર મિસાઈલ છોડી હતી. આ હુમલામાં ત્રણ માળની ઈમારતમાં આગ લાગી હતી. પાંચ લોકોના મોત થયા હતા. રશિયન સમર્થિત બળવાખોરોના કબજા હેઠળના શહેર ડોનેત્સ્કમાં બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા ૨૦ નાગરિકો માર્યા ગયા અને ૩૫ ઘાયલ થયા.
રશિયન સૈન્યના વધતા હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કરારના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું- દેશે સ્વીકારવું જાેઈએ કે તે યુએસની આગેવાની હેઠળના નાટો સૈન્ય જાેડાણનો સભ્ય નહીં બને, જેનો રશિયા વિરોધ કરી રહ્યું છે.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનનું કહેવું છે કે રશિયન આક્રમણ બાદ ૩૦ લાખથી વધુ લોકો યુક્રેનમાંથી ભાગી ગયા છે. એવા સંકેતો પણ મળ્યા છે કે અન્ય દેશોના લગભગ એક લાખ ૫૭ હજાર નાગરિકો – જેઓ યુક્રેનિયન નથી – તે પણ દેશ છોડી ચૂકેલા લોકોમાં સામેલ છે.SSS