ટાટા મોટર્સે ઈન્ડિયન ઓઈલ પાસેથી 15 હાઈડ્રોજન ફ્યુઅલ બસ માટે કોન્ટ્રાક્ટ કર્યા
હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પાવર્ડ બસના વહેલી પ્રોટોટાઈપનું પ્રદર્શન કર્યું અને ભારતીય રસ્તાઓ પર કામગીરી પ્રદર્શિત કરી
ઈન્ડિયા ઓઈલ કોર્પોરેશન પાસેથી 15 હાઈડ્રોજન ફ્યુઅલ બસ માટે કોન્ટ્રાક્ટ કર્યા, જે આગામી બે વર્ષમાં ડિલિવરી કરવામાં આવશે ~
મુંબઈ, સ્વચ્છ ફ્યુઅલ્સ અને વૈકલ્પિક ઊર્જાના સ્રોતો તરફ ખસવા માટેની વ્યાપક વૈશ્વિક ચળવળ વચ્ચે દુનિયાભરનાં રાષ્ટ્રોએ આગામી થોડા દાયકામાં નેટ- ઝીરો ઉત્સર્જન લક્ષ્ય પર પહોંચવા માટે પોતાને કટિબદ્ધ કર્યાં છે. ભારત સરકારે પણ 2030 સુધી 45 ટકાથી તેની અર્થવ્યવસ્થાની ઉત્સર્જન સઘનતા ઓછી કરવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય સ્થાપિત કર્યું છે.
આ પાર્શ્વભૂમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી ફોસિલ ફ્યુઅલ્સની જગ્યા માટે આશાસ્પદ વિકલ્પ તરીકે ઊભરી રહી છે. દેશભરના ઉદ્યોગો અને ક્ષેત્રો હવે વાહન ક્ષેત્રમાં ઊર્જાના સ્રોત તરીકે હાઈડ્રોજનને કામે લગાવવા માટે ભાર આપી રહ્યા છે ત્યારે ટાટા મોટર્સે હાઈડ્રો- પાવર્ડ વાહનોના વિકાસમાં નોંધપાત્ર પગલાં લીધાં છે અને તેમાં આગળ રહી છે.
મુખ્ય રૂપરેખાઃ
ટાટા મોટર્સ ફ્યુઅલ સેલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વેહિકલ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ (ટીડીડીપી)ના ભાગરૂપે ભારત સરકારના સહયોગમાં સંકલ્પના કરવામાં આવી છે. સિસ્ટમ ઈન્ટીગ્રેશન, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે તેના વિકાસ દરમિયાન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સાથે જોડાણ કર્યું છે.
આ ટેકનોલોજી માટે સમર્પિત લેબની ટાટા મોટર્સે પુણેમાં સ્થાપના કરી છે. આ પૂર્વે લેબ બેન્ગલુરુમાં હતી, સજ્યાં કંપનીએ ઈસરો ટેકનોલોજી પર કામ કરવા માટે ઈસરો અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) સાથે જોડાણ કર્યું છે.
ભારતની પ્રથમ ફ્યુઅલ સેલ પાવર્ડ બસ ઓટો એક્સપો જેવાં વિવિધ પ્રતિષ્ઠિત જાહેર ફોરમોમાં પ્રદર્શિત કરી. ટાટા મોટર્સે સહયોગી સુરક્ષાની પ્રણાલીઓ સાથે તેની હાઈડ્રોજન હાથ ધરવાની અને ઓનબોર્ડ સ્ટોરેજની ક્ષમતાઓ પણ વિકસાવી છે. આ સૂઝબૂઝપૂર્વક ડિઝાઈન, ઈન્ટીગ્રેશન, સિમ્યુલેશન્સ, ટેસ્ટિંગ સાથે કરવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામના ઘણા બધા પ્રોટોટાઈપ્સ દેશભરમાં વિવિધ મૂલ્યાંકનો હેઠળ પસાર થયા છે.
તેણે સમર્પિત હાઈડ્રોજન ડિસ્પેન્સિંગ સ્ટેશન નિર્માણ કર્યું છે અને ફ્યુઅલ સેલ બસોનું પરીક્ષણ કરવા માટે સાણંદ ખાતે ટેસ્ટ ટેસ્ટ ટ્રેક બનાવ્યો છે.
જૂન 2021માં કંપનીને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ) પાસેથી 15 હાઈડ્રોજન આધારિત પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન (પીઈએમ) ફ્યુઅલ સેલ બસના પુરવઠા માટે ટેન્ડર મળ્યાં છે. આ ટેન્ડરમાં સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કરવાની તારીખથી 144 સપ્તાહમાં ડિલિવરી કરવાની કટિબદ્ધતાનો સમાવેશ થાય છે.
હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર સક્ષમ કાર્ય વિશે બોલતાં ટાટા મોટર્સના પ્રેસિડેન્ટ અને સીટીઓ શ્રી રાજેન્દ્ર પેટકરે જણાવ્યું હતું કે ઉદ્યોગ આગેવાન તરીકે ટાટા મોટર્સ સ્વચ્છ અને હરિત ઉત્સર્જન પ્રત્યે ભારતીય ઓટોમોટિક ક્ષેત્રને પ્રેરિત કરવામાં આગેવાન રહી છે
અને એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (ઈઆરસી) પર ઘણાં વર્ષોથી ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર તીક્ષ્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી રાખ્યું છે. અમે પદ્ધતિસર રીતે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર સંશોધન, વિકાસ અને મૂલ્યાંકન કરી રહ્યા છે, જ્યારે અમારી વ્યૂહાત્મક ભાગીદારો સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ.
કંપનીમાં લગભગ 40 લોકો આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે અને અમને આઈઓસીએલ પાસેથી છેલ્લે ટેન્ડર મળ્યું તે આ ટેકનોલોજીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અમે પ્રભાવશાળી અને સ્થિર પગલાં લઈ રહ્યાં છીએ તેનો ઉત્તમ દાખલો છે. અમને ખાતરી છે કે હાઈડ્રોજન નેટ ઝીરો અને સક્ષમતાનાં લક્ષ્યોને પહોંચી વળવાની સંભાવના ધરાવે છે અને આ અવકાશમાં અમારા પ્રયાસ ભવિષ્યમાં પણ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ વાહનો માટે અમને અગ્રતાની પસંદગી બનાવશે..