૨૦૦૭ થી અત્યાર સુધીમાં ચીનના ૧૬ નાગરિકોને ભારતે નાગરિકતા આપી

નવીદિલ્હી, ભારતના ક્ટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ચીન સાથે સરહદ પર ભારે તનાવનો માહોલ છે. જાેકે ભારતે અત્યાર સુધીમાં કેટલા ચીનના નાગરિકોને નાગરિકતા આપી છે તે અંગેનો સવાલ સંસદમાં પૂછવામાં આવ્યો હતો.
જેના જવાબમાં ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ હતુ કે, ૨૦૦૭ થી અત્યાર સુધીમાં ચીનના ૧૬ નાગરિકોને ભારતે નાગરિકતા આપી છે અને બીજા ૧૦ ચીની નાગરિકોની અરજી ભારત સરકાર પાસે પેન્ડિંગ છે.આ તમામે પણ નાગરિકતા માંગી છે.
તેમણે કહ્યુ હતુ કે, સરકાર કયા દેશના નાગરિકોને નાગરિકતા આપી તેનો ડેટા જે તે દેશના હિસાબથી રાખે છે.જેમાં બતાવાય છે કે, કયા દેશના કેટલા લોકોને ભારતે નાગરિકતા આપી પણ ભારત પાસે તેઓ કયા ધર્મના છે તેના આધારે કોઈ ડેટા નથી.કયા ધર્મના કેટલા લોકોને નાગરિકતા અપાઈ તે પ્રકારની જાણકારી સરકાર પાસે નથી.HS