જંબુસરના હરિભક્તોએ સરલસ્વામી અને પ્રેમસ્વામી માફી માંગે અને રાજીનામાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, માફીની સાથોસાથ રાજીનામું નહીં આપે તો હરિભક્તોએ મંદિર ખાતે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી. ગતરોજ રાત્રિના સમયે સરલસ્વામી એ પ્રબોધ સ્વામીને સામેથી બોલાવી અંધારામાં લઈ જઈ
અપશબ્દો બોલી મારવાનો પ્રયત્ન કરતા સમગ્ર સત્સંગ સમાજના ભક્તોની લાગણી દુભાતાં ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.એ અંતર્ગત જંબુસર હરિભક્તો દ્વારા મંડળ અગ્રણી કિશોરભાઈ જડીયા તથા મકનજીભાઈ પટેલની રાહબરી હેઠળ મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હરિધામ સોખડાના પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી સ્વધામગમન બાદ મંદિર ખાતે અનેક બનાવો બનતા રહ્યા છે.સ્વામીજીએ અપાર કષ્ટો વેઠી શૂન્યમાંથી સર્જન હરીધામ સંકુલ તથા લાખો હરિભક્તોની જતન કર્યું છે અને વિશાળ આત્મીય સમાજનું સર્જન કર્યું.
પરંતુ તેમના સ્વધામગમન બાદ હરીધામ યુદ્ધભૂમિ બની ગયું હોય તેમ વારંવાર છાશવારે બનાવો બને છે.ત્યારે નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.ગતરોજ તારીખ ૧૪/૩/૨૨ ને રાત્રિના સમયે સાધુ સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીને સામેથી બોલાવી અંધારામાં લઈ જઈ અપશબ્દો બોલી પ્રબોધ સ્વામીને મારવાનો પ્રયત્ન કર્યો.
આ બાબતે મંદિરના કહેવાતા વહિવટ કરતા ત્યાગ સ્વામીને આ બાબતની જાણ કરતાં તેમણે ઉડાઉ જવાબ આપ્યો અને ઘટનાનું સીસીટીવી ફૂટેજ કેમેરામાં ન આવે એવો પ્રયત્ન ત્યાગ સ્વામીના ઈસમોએ કર્યાનું આવેદનપત્રમાં જણાવ્યું છે.