Western Times News

Gujarati News

રંગ અને રહસ્ય: શરીરના સાત ચક્રને એક્ટિવ કરવા રંગો ઉર્જા ઉત્સર્જિત કરે છે

આપણી આસપાસની દુનિયામાં આપણને કેટલીયે અજાયબીઓ જાેવા મળતી હોય છે ,એ કહેવું પણ એટલું જ સત્ય છે કે,આપણું શરીર પોતે એક જીવંત અજાયબી થી જરાયે કમ નથી .

ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે ,આપણું શરીર આપણા શરીરમાં સ્થિત સાત ચક્રોના સતત કાયાર્ન્વિત રહેવાના લીધે ચાલે છે . આ તમામ ચક્રોમાં મુલાધારચક્ર ,મણિપુર ચક્ર , અનાહત ચક્ર અને વિશુદ્ધિ ચક્ર અગત્યના ચક્રો મનાય છે .

શરીરના સાત ચક્રને એક્ટિવ કરવા આપણી આસપાસના કેટલાક રંગો પોતાની ઉર્જા ઉત્સર્જિત કરે છે .શરીરની તમામ શક્તિઓ અનોખી રીતે વેગ આપવાનું કામ રંગો જ કરે છે .રંગોનો ઉપયોગ શરીરના વિવિધ ચક્રોની ગતિને બેલેન્સ કરવા માટે પણ કરવામાં આવે છે .

ચોક્કસ રંગની ઉર્જા કેટલાંક અસાધ્ય રોગોની સારવાર કરવામાં અદભુત પરિણામ આપે છે એ વાત તો સર્વ વિદિત છે …પણ સાથે સાથે રંગો માનવી ના વ્યક્તિત્વને નિખારવાની અને સફળતા પ્રદાન કરવામાં મહત્વનો ફાળો આપે છે .વ્યક્તિનાં વિચારોની દિશા અને દશા પણ રંગોનો ઉપયોગ બદલી શકે એટલા સક્ષમ હોય છે .

રંગોની દુનિયા રહસ્યોથી ભરેલી છે .વ્યક્તિમાં સકારાત્મકતા અને નકારાત્મકતા ક્યારે ઉજાગર કરવી એ રંગો થી વધારે કદાચ કોઈ નહીં કરી શકે .તેથીજ આપણા જીવનમાં રંગોનો મહત્વનો ફાળો છે .જીવનમાં બે રંગ આપણી આસપાસ અને ચારેકોર ફેલાયેલા છે ,તે છે ….

સફેદ અને કાળો .દિવસ એટલે પ્રકાશિત યાને સફેદ ….અને રાત એટલે અંધકાર યાને કાળો .બન્ને ની એક તદ્દન અલગ ઉપયોગીતા છે .આ બન્ને રંગની ઉર્જા તમામ અન્ય રંગોની ઉર્જાની સરખામણીમાં પ્રમાણમાં વધુ હોય છે .
આજે આપણે મૂળભૂત રંગો એટલે લાલ , પીળો અને વાદળી વિષે અજાણી વાતો અને કેટલાંક રોગોની સારવારમાં થતાં એના વિવિધ રીતે થતાં ઉપયોગ વિષે વાત કરીશું .

સૌ પ્રથમ લાલ રંગ વિષે વાત કરીશું . જીવંત અને એનર્જી થી સભર વ્યક્તિત્વ દર્શાવવા વપરાતો લાલ રંગ …
વ્યક્તિને પોઝિટિવ વિચારો પ્રદાન કરે છે .વ્યક્તિને કેટલીક વાર અજાણ્યો ભય લાગતો હોય છે ,થોડાંક માણસ ની હાજરી માં પણ એ પોતાના વિચારો વ્યક્ત કરી નથી શકતો એવા વ્યક્તિ એ કોન્ફિડેન્સ વધારવા લાલ રંગના વસ્ત્ર પહેરવા જાેઈએ .

જે વ્યક્તિને પાચનતંત્રને લગતા રોગો વારંવાર થતા હોય તેઓ એ પીળા રંગનો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવો જાેઈએ .
આધ્યાત્મિક વિચારો ઘરાવતાં લોકો પીળા રંગના ઉપયોગ થી અદમ્ય અને અદભુત એનર્જી મેળવી શકે છે .આમ પીળો રંગ વ્યક્તિને સકારાત્મકતા થી સભર બનાવે છે .પીળો રંગ વ્યક્તિત્વને તેજાેમય અને પ્રભાવશાળી બનાવે છે .

હવે વાત કરીશું વાદળી રંગની ….

એકાગ્રતા પ્રદાન કરવાવાળો આ રંગ વિશાળતા અને ભવ્યતાનો સૂચક છે .આ રંગનો ઉપયોગ કરવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની શકાય છે .કોઈની મદદ લીધા વગર જાતમહેનત થી આગળ વધવા વાળા વ્યક્તિઓનો મનપસંદ રંગ મોટાભાગે વાદળી હોય છે .આવા વ્યક્તિની તર્કશક્તિ ખુબ સારી હોય છે , જેથી એમને કોઈ મૂર્ખ બનાવવી શકતું નથી

.વાદળી રંગ પસંદ કરનારમાં બીજાને પારખવાની શક્તિ ગજબની હોય છે . આતો થઇ રંગો અને એની સાથે જાેડાયેલી રહસ્યમય વાતો . રંગો નો તહેવાર હોળી આવી રહ્યો છે ,ત્યારે ખુલ્લા મને આ તહેવારને પોતાના આપ્તજનો સાથે મન ભરી માણો અને આપના રોજિંદા જીવનની શુષ્ક્તામાં જીવંતતા અને નવીનતા આણો એવી મારી આપ સૌને શુભકામનાઓ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.