સવાર સવારમાં બુલેટ લઈને નીકળી પડ્યો કપિલ શર્મા
મુંબઇ, પોપ્યુલર કોમેડિયન કપિલ શર્મા અનેકવાર વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે. તાજેતરમાં તે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને કારણે વિવાદોમાં છે પરંતુ આ દરમિયાન તે પોતાની લાઈફને એન્જાેય પણ કરી રહ્યો છે. પાછલા બે દિવસથી તે એવી પોસ્ટ શેર કરી રહ્યો છે જે પ્રકારની પોસ્ટ તે પહેલા નહોતો કરતો.
૧૬મી માર્ચના રોજ તેણે વહેલીસવારે એક પોસ્ટ કરી હતી જેમાં તે જીમમાં કસરત કરતો જણાઈ રહ્યો હતો. તેણે પોસ્ટમાં સાથે લખ્યુ હતું કે, જ્યારે તમારી છ વાગ્યાની શિફ્ટ હોય તમારે ચાર વાગ્યે જીમમાં હાજર થઈ જવું પડે છે. અને આજે સવારે તેણે વહેલી સવારે બાઈકની મજા માણતો વીડિયો શેર કર્યો છે. આ બન્ને વીડિયો જાેઈને કપિલ શર્માના ફેન્સમાં ચર્ચા શરુ થઈ ગઈ છે.
કપિલ શર્માએ વહેલીસવારે એક વીડિયો શેર કર્યો છે જેમાં જાેઈ શકાય છે કે તે બુલેટ બાઈક ચલાવી રહ્યો છે. સુરક્ષા માટે તેણે હેલમેટ પણ પહેરેલું છે. સવાર સવારમાં આખો રોડ ખાલી છે. વીડિયો શેર કરીને કપિલ શર્માએ લખ્યું છે કે, મારી ફેવરિટ બાઈક બુલેટ પર સવાર સવારમાં રાઈડની મજા લઈ રહ્યો છું.
આ સાથે જ તેણે જેવા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. આ હેશટેગ પરથી કહી શકાય કે કપિલ શર્મા અત્યારે ઓરિસ્સામાં છે. કપિલ શર્મા તો બાઈકની મજા લઈ રહ્યો છે પરંતુ તેના ફેન્સ પણ કમેન્ટ સેક્શનમાં મજાની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, અક્ષય કુમારથી પ્રેરિત થઈ ગયો છે તો અન્ય યુઝરે લખ્યું કે, લાગે છે કે અક્ષય પાજી સાથે શૂટિંગ છે.
એક યુઝરે લખ્યું છે કે, કપિલ શર્મા વિચારી રહ્યો છે કે અક્ષય પાજીને પાછળ કરી દઈશ. અત્યારે તો આ વીડિયોની ખૂબ ચર્ચા ચાલી રહી છે. શક્ય છે કે કપિલ શર્માના કોઈ પ્રોજેક્ટનું ઓરિસ્સામાં શૂટ ચાલી રહ્યું હોય અને તેણે વહેલીસવારે શૂટ પર જવાનું હોતું હોય.
ઉલ્લેખનીય છે કે કપિલ શર્માના જીમ વીડિયો પર પણ ભારતી સિંહ, નેહા પેંડસે, ગુરુ રંધાવા અને રશ્મિ દેસાઈ સહિત તમામ સેલેબ્સે કમેન્ટ કરી છે અને તેના ડેડિકેશનના વખાણ પણ કર્યા છે. નોંધનીય છે કે પાછલા એક અઠવાડિયાથી કપિલ શર્મા વિવાદમાં સપડાયો છે.
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આરોપ મૂક્યો હતો કે તેમની ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર ન હોવાને કારણે કપિલ શર્માએ તેમની ફિલ્મને પ્રમોટ કરવાની ના પાડી દીધી હતી. કપિલ શર્માએ આ સમગ્ર બાબતે ચોખવટ પણ કરી હતી. લોકોએ કપિલ શર્માના શૉનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી. આ દરમિયાન ફિલ્મના અભિનેતા અનુપમ ખેરે એક ઈન્ટર્વ્યુ દરમિયાન કહ્યું કે તેઓ પોતે આ શૉમાં નહોતા ગયા.SSS