સ્પેક બી.એડ., બાકરોલ દ્વારા ખડોલમાં નશાબંધી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કૉલેજ ઍજ્યુકેશન, બાકરોલ દ્વારા “ખડોલ ગામે એન.એસ.એસ. અંતર્ગત સાત દિવસીય વાર્ષિક કેમ્પ”નું આયોજન ૭૫મા આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે એન.એસ.એસ અંર્તગત વાર્ષિક કેમ્પનું તારીખઃ ૦૯/૦૩/૨૦૨૨ થી
તારીખ- ૧૫/૦૩/૨૦૨૨ સુધી સાત દિવસીય કેમ્પ (પંચ પ્રકલ્પ)નું દત્તક લીધેલ ખડોલ ગામે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સંસ્થા ચેરમેનશ્રી ગીરીશભાઈ પટેલ સાહેબ અને સેક્રેટરીશ્રી શીતલભાઈ પટેલ સાહેબ તથા કોલેજના આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરા સાહેબ, એન.એસ.એસના કેમ્પસ કૉ – ઓર્ડીનેટર પ્રા. ગીતાબેન શ્રીમાળી તેમજ કૉલેજ કૉ – ઓર્ડીનેટર પ્રા. ભાવિકાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ચોથા દિવસે એન. એસ. એસ. કેમ્પ અંતર્ગત પ્રભાત ફેરી, બાળકો માટે યોગા, નશાબંધી કાર્યક્રમ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મેહમાન તરીકે શ્રી જી.એસ. મસાણી (નશાબંધી વિભાગ, આણંદ) ઉપસ્થિત રહ્યા ,
જેમાં તેમણે પોતાના વક્તવ્યમાં વ્યસનને ત્યજીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો સાથે જ ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હેઠળ ગામમાં વિવિધ સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગામના બાળકો માટે રમત-ગમતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ ગામમાં ભણવામાં નબળા બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન પણ કરવાના આવ્યો હતો. કેમ્પના ચોથા દિવસનું સફળ આયોજન કરવા બદલ સરપંચશ્રી સુરેશભાઈ સોલંકી, તાલુકા ઉપપ્રમુખશ્રી લક્ષ્મણસિંહ જાદવ, બી.એડ.નાં એન.એસ.એસ. કૉ – ઓર્ડીનેટર ગીતાબેન શ્રીમાળી અને ભાવિકાબેન વસાવા તેમજ કેમ્પ સાથે જાેડાયેલ
તાલીમાર્થીઓ અને ગ્રામજનોનો સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શિતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રી – જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા તથા આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.